એક્સપ્રેસ હાઈવેના બ્રિજ ઉપર તેલ ભરેલું ટેન્કર પલટી : લોકો તેલ લેવા કારબા અને ડબ્બાઓ લઈને દોડ્યા
Accident on Express Highway : વડોદરાથી અમદાવાદ જવાના એક્સપ્રેસ હાઈવેના બ્રિજ ઉપર આજે સવારે એડીબલ ઓઇલ ભરેલું એક ટેન્કર અચાનક પલટી ખાઈ જતા રોડ ઉપર તેલ ઢોળાયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ કાચું ખાવાનું તેલ રિફાઈન્ડ માટે સુરતથી નીકળીને અમદાવાદ તરફ જતું હતું. તે સમયે આ દુર્ઘટના બની હતી. કાચું ખાવાનું તેલ ઓઇલની ટેન્કરમાંથી બહાર રોડ ઉપર પડતા 400 મીટર જેટલો રોડ આખો તેલવાળો થઈ ગયો હતો. નજીકના લોકોને આ ઘટનાની જાણ થતા કારબા અને ડબ્બાઓ લઈને દોડી ગયા હતા તેમજ ટેન્કરમાંથી પડતું હોય તેલ લીધું હતું. એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર પલટી મારી જતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા.