વડોદરામાં તાંદલજાના ગાંજાના પેડલરે 15 દિવસમાં 2.5 કિલો ગાંજો વેચ્યો, બે સપ્લાયર વોન્ટેડ

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
વડોદરામાં તાંદલજાના ગાંજાના પેડલરે 15 દિવસમાં 2.5 કિલો ગાંજો વેચ્યો, બે સપ્લાયર વોન્ટેડ 1 - image

image : Freepik

વડોદરા,તા.20 માર્ચ 2024,બુધવાર

તાંદલજામાં પાંચ કિલો ગાંજા સાથે પકડાયેલા પેડલર ની તપાસ દરમિયાન ગાંજાના બે સપ્લાયરના નામો ખુલતા પોલીસે બંનેની તપાસ હાથ ધરી છે.

તાંદલજાના શકીલા પાર્કમાં રહેતા અબ્દુલ પટેલને ત્યાં એસ.ઓ.જીએ દરોડો પાડી પાંચ કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો. પોલીસે અબ્દુલની પૂછપરછ કરતા 15 દિવસ પહેલા ભાલેજના ફરીદ ખાન પઠાણ પાસેથી 2.5 કિલો ગાંજો તેમજ 10 દિવસ પહેલા ઠાસરાના સલુન નાનાદરા ગામે રહેતા ઈકબાલ મલેક પાસે 5 કિલો ગાંજો ખરીદ્યો હોવાની વિગતો ખોલી હતી.

અબ્દુલના મકાનમાંથી ગઈકાલે 5 કિલો ગાંજો મળી આવ્યો હતો. જેનો મતલબ 15 દિવસમાં તેણે અઢી કિલો ગાંજો વેચી દીધો હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે ગાંજાના બંને સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News