Get The App

પાંચ દશક ઉપરાંતના સમયગાળાથી શહેરની હદમાં ચાલતા ગ્રામ્યના તાલુકા પોલીસ સ્ટેશનનું આખરે સ્થળાંતર

ભાયલી ખાતે તાલુકા અર્બન પોલીસ સ્ટેશન અને આવાસો રૃા.૧૩.૫૨ કરોડના ખર્ચે તૈયાર કરાયા

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
પાંચ દશક ઉપરાંતના સમયગાળાથી  શહેરની હદમાં ચાલતા ગ્રામ્યના તાલુકા પોલીસ સ્ટેશનનું આખરે સ્થળાંતર 1 - image

વડોદરા, તા.31 છેલ્લા ૫૦ વર્ષ ઉપરાંતના સમયગાળાથી વડોદરા શહેર પોલીસની હદમાં ચાલતા ગ્રામ્ય પોલીસના તાલુકા પોલીસ સ્ટેશનને આખરે પોતાની હદમાં જગ્યા મળી છે. આજે ભાયલી ખાતે તાલુકા પોલીસ સ્ટેશન અને પોલીસ આવાસોને ખુલ્લા મૂકવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લા પોલીસનું તાલુકા પોલીસ સ્ટેશન છેલ્લા પાંચ દશકા ઉપરાંતના સમયથી શહેરની મધ્યમાં ભદ્ર કચેરી ખાતે ચાલતું હતું. સૌપ્રથમ આ પોલીસ સ્ટેશન હાલમાં શહેર ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં ચાલતું હતું પરંતુ ત્યારબાદ આ પોલીસ સ્ટેશનનું સ્થળાંતર થઇને હાલની જગ્યા પર આવ્યું  હતું. લાંબા સમયથી આ પોલીસ સ્ટેશનને જિલ્લાની હદમાં ખસેડવા માટેની કાર્યવાહી માટે પ્રયત્નો હાથ ધરાતા હતાં.

તાલુકા પોલીસ સ્ટેશનનો મોટાભાગનો વિસ્તાર શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલો છે જેથી ત્યાંના ગ્રામ્ય વિસ્તારના લોકોએ સમગ્ર સિટિનું અંતર કાપીને ભદ્ર કચેરી સુધી લાંબું થવું પડતું હતું. તાલુકા પોલીસ સ્ટેશન માટે જગ્યાની શોધખોળ દરમિયાન ભાયલી પાસે જગ્યા મળી હતી અને આશરે ૬૮૪૬૦ ચોરસફૂટ જેટલી વિશાળ જગ્યા પર પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 

રૃા.૧૩.૫૨ કરોડના ખર્ચે ડિસેમ્બર ૨૦૨૦થી નવા તાલુકા પોલીસ સ્ટેશનનું કામ શરૃ થયું હતું અને ડિસેમ્બર ૨૦૨૩માં પૂર્ણ થતા આજે ગૃહરાજ્યમંત્રીના હસ્તે અર્બન તાલુકા પોલીસ સ્ટેશન તેમજ આવાસોને ખુલ્લા મૂકવામાં આવ્યા હતાં. આ સાથે જ આજે સાંજથી ભદ્ર કચેરી ખાતેના જૂના પોલીસ સ્ટેશનમાંથી રેકર્ડ સહિતનો તમામ સામાન ખસેડીને ભાયલી ખાતેના નવા પોલીસ સ્ટેશનમાં ખસેડવાનું કામ શરૃ કરી દેવાયું  હતું.




Google NewsGoogle News