ટ્રેનમાં ચડતી વેળા ભીડનો લાભ લઇ ગઠિયાએ મહિલાનું 41 હજારની મતા ભરેલું પર્સ ચોરી લીધું

Updated: May 27th, 2024


Google NewsGoogle News
ટ્રેનમાં ચડતી વેળા ભીડનો લાભ લઇ ગઠિયાએ મહિલાનું 41 હજારની મતા ભરેલું પર્સ ચોરી લીધું 1 - image

image : Freepik

Theft Case in Vadodara : વડોદરા રેલવે સ્ટેશન પરથી મધ્યપ્રદેશ જવા માટે મહિલા ટ્રેનમાં ચડતી હતી. તે દરમિયાન મુસાફરોની ભીડનો લાભ લઈને કોઈ ગઠિયાએ બેગમાંથી 41 હજારની મતા ભરેલા પર્સની ચોરી કરી લીધી હતી. પુત્રવધુએ ફોન કરી પાસ ચોરી થયો હોવાની જાણ કરતાં સસરા વડોદરા રેલ્વે સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

 વડોદરા શહેરના રણોલી ટાઉનશીપમાં રહેતા હેમંતકુમાર બંસીલા સૌનીએ રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે હું તથા મારી પુત્રવધુ નેહા યોગેશકુમાર તથા તેની નાની દિકરીને મંદસોર એમ.પી ખાતે જવાનું હોય તેઓને વડોદરા રેલ્વે સ્ટેશને મુકવા માટે આવેલા અને તેણીની વડોદરાથી મંદસોર સુધીની જનરલ ટિકિટ તથા મારી પ્લેટફોર્મ ટીકોટ લાઈ પ્લે નં 2/3 ઉપર આવ્યા હતા. તે દરમયાન 5.15 કલાકના અરસામાં બાંન્દ્રા ઉદેપુર એક્સપ્રેસ ટ્રેન આવતા ટ્રેનના જનરલ કોચમાં પુત્રવધુ તથા પૌત્રીને પેસેજરોની ગીરદી હોય બેસાડયા હતા. ત્યારબાદ ટ્રેન રવાના થતા મારા પુત્રવધુનો થોડીવારમાં જ ફોન આવ્યો હતો કે, પપ્પા મારા ખભે ભરાવેલા લેડીઝ પર્સમાંથી કોઈએ રોકડા રૂપિયા તથા એક સોનાનું મંગળસુત્ર તથા સોનાના મણકાવાળુ પેન્ડલ સહિત 41 હજારની માતા ભરેલા પર્સની અજાણ્યો ઈસમે નજર ચુકવી ચોરી કરી લઈ નાસી ગયો હતો. રેલવે પોલીસે ગુનો નોંધી પર્સ ચોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Google NewsGoogle News