Get The App

વડોદરાના કારેલીબાગ સ્વિમિંગ પૂલમાં અચાનક ઢળી પડ્યા બાદ સ્વિમરનું મોત

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
વડોદરાના કારેલીબાગ સ્વિમિંગ પૂલમાં અચાનક ઢળી પડ્યા બાદ સ્વિમરનું મોત 1 - image

વડોદરા,તા.19 ડિસેમ્બર 2023,મંગળવાર

વડોદરા શહેરના કારેલીબાગ સ્વિમિંગ પૂલ ખાતે એક સ્વિમર અહીં શોવર લેતી વખતે અચાનક ઢળી પડ્યા બાદ તેનું મોત નિપજ્યું હતું. શહેરના કારેલબાગ વિસ્તારમાં કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પૂલ આવેલું છે. અહીં દૈનિક રીતે અનેક સ્વીમરો સ્વિમિંગ કરવા આવતા હોય છે. એ પૈકી અહીંના લાઈફ ટાઈમ મેમ્બર જતીનકુમાર શાહ આજે સ્વિમિંગ કરવા આવ્યા હતા. જ્યાં શાવર લેતી વખતે અચાનક તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. અહીં હાજર અન્ય સ્વીમરો તથા એક તબીબી સ્વીમરે એમને સીપીઆર આપ્યું હતું. પરંતુ તેઓનો કોઈ રિસ્પોન્સ જણાયો ન હતો. અહીં હાજર સ્વિમિંગ પુલના કોચ અને અન્ય સ્વીમરોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઢળી પડેલા જતીનકુમાર શાહને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હોવાનું હાજર તબીબે જણાવ્યું હતું. આ અંગે તુરંત જતીનકુમાર શાહના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. બનાવ મામલે ટુરિસ્ટ ઓફિસર અંકુશ ગરુડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જાત માહિતી મેળવી તે અંગે વધુ વિગત ઉચ્ચ અધિકારીઓને પાઠવશે તેમ જાણવા મળ્યું છે.


Google NewsGoogle News