મકાનના સોદા માટે અશાંતધારાનું ખોટું સર્ટિફિકેટ બનાવ્યાની શંકા

સિટિ સર્વે કચેરીમાં નામ તબદિલ કરવા સામે વાંધા

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
મકાનના સોદા માટે  અશાંતધારાનું ખોટું  સર્ટિફિકેટ બનાવ્યાની શંકા 1 - image

વડોદરા,ચાર દરવાજા  વિસ્તારમાં લઘુમતી કોમના શખ્સને મકાન વેચી દેવામાં આવ્યું હોવાના બનાવમાં અશાંતધારાનું ખોટું સર્ટિફિકેટ રજૂ કરાયું હોવાની શંકાના આધારે કલેક્ટર કચેરી દ્વારા તપાસ કરવામાં આવી રહી  છે.

સિટિ સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કચેરીમાં વાંધા અરજી કરી જણાવવામાં આવ્યું હતું કે, ચાર દરવાજા  વિસ્તારમાં મકાન ધરાવતી મહિલાએ પોતાનુંં મકાન લઘુમતી કોમના  શખ્સને  વેચાણ દસ્તાવેજ કરી આપી  દીધું હતું. ત્યારબાદ પ્રોપર્ટી કાર્ડમાં નામ તબદિલ કરવા માટે અરજી આપી હતી. તેની સામે અમારે વાંધો છે.

 આ કેસમાં તપાસ દરમિયાન જાણવા મળેલી વિગતો અનુસાર, અશાંત ધારાનું ખોટું સર્ટિફિકેટ બનાવ્યું હોવાની શંકા છે. જે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News