Get The App

ભાજપાના આગેવાનો સાથે ઘરોબો ધરાવતા બોટાકંડના સૂત્રધાર પરેશની મિલકતોનો સર્વે

પૂર્વ ટાઉન પ્લાનર ગોપાલ શાહ સહિતના ભાગીદારોની પણ મિલકતોની તપાસ કરાશે,IT-EDને જાણ કરાશે

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
ભાજપાના આગેવાનો સાથે ઘરોબો ધરાવતા બોટાકંડના સૂત્રધાર પરેશની મિલકતોનો સર્વે 1 - image

વડોદરાઃ હરણી  બોટકાંડના મુખ્ય સૂત્રધાર પરેશ શાહ તેમજ અન્ય  ભાગીદારોની મિલકતો અંગે પણ પોલીસ વિગતો મેળવી રહી છે.

ડીસીપી પન્ના મોમાયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો આરોપીઓની સંડોવણી અંગેના પુરાવા એકત્રિત કરી રહી છે.જેના  ભાગરૃપે ભાજપ સાથે ઘરોબો ધરાવનાર પરેશ શાહના હરણી ખાતે આવેલા પેટ્રોલપંપ ખાતે આજે પોલીસે પંચનામું કર્યુ ંહતું.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,પરેશ શાહની બીજી મિલકતો તેમજ તેની સાથે  ભાગીદારી કરનારાઓની પણ પોલીસ વિગતો એકત્રિત કરી રહીછે.જ્યારે ગોપાલ શાહ સહિતના બીજા ભાગીદારોની મિલકતોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

એવી  પણ માહિતી મળી છે કે,આ મિલકતોમાં કોઇ વાંધાજનક લાગશે તો પોલીસ આઇટી અને ઇડીને પણ વિગતવાર જાણ કરશે.


Google NewsGoogle News