લો કર લો બાત: મકરપુરા પોલીસ સ્ટેશનની બહારથી જ કોન્સ્ટેબલની બાઈક કોઈ ઉઠાવી જતા આશ્ચર્ય

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
લો કર લો બાત: મકરપુરા પોલીસ સ્ટેશનની બહારથી જ કોન્સ્ટેબલની બાઈક કોઈ ઉઠાવી જતા આશ્ચર્ય 1 - image

વડોદરા,તા.5 જાન્યુઆરી 2024,શુક્રવાર

વડોદરા શહેરના મકરપુરા પોલીસ મથક બહાર પાર્ક કરેલી કોન્સ્ટેબલની બાઈક ગુમ થતાં આશ્ચર્ય સર્જાયું છે. પોલીસનું કહેવું છે કે બાઈક ઉઠાવી જનારની માનસિક સ્થિતિ સામાન્ય નથી.     

વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કેવી છે એ તાજેરતમાં બનેલા બે બનાવો પરથી સમજી શકાય છે. પૂર્વ વિસ્તાતમાં ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના પેટ્રોલપંપ પર હથિયારધારી લૂંટારુઓ રૂપિયા 90 હજારની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. જો કે બાદમાં બાપોદ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ બનાવને ગણતરીના દિવસો વીત્યા છે ત્યાં મકરપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલની બાઈક કોઈ ઉઠાવી ગયું હતું.

નવાઈની વાત એ છે કે પોલીસ મથક બહાર પાર્ક કરેલી બાઈક મોડી રાત્રે કોઈ ઉઠાવી ગયું અને પોલીસને ખબર શુદ્ધા ના પડી. આ અંગે પોલીસનું કહેવું એમ છે કે, બાઈક લઈ જનારની ઓળખ થઈ ચુકી છે અને તેની માનસિક સ્થિતિ સામાન્ય નથી.  એ વ્યક્તિ રાત્રીના સમયે કોન્સ્ટેબલની બાઈક પોલીસ સ્ટેશનની બહારથી દોરીને લઈ ગયો હતો. છતાં પોલીસને ખબર જ પડી નહીં. પોલીસને મોડે મોડેથી જાણ થતા હવે મકરપુરા પોલીસે બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News