વડોદરા રાત્રી બજારમાં પાણી, લાઈટની સુવિધાનો અભાવ: સ્થાયી સમિતિ અધ્યક્ષની ઓચિંતી મુલાકાત
વડોદરા,તા.11 જુલાઈ 2022,સોમવાર
વડોદરા શહેરનું કારેલીબાગ રાત્રીબજાર પ્રતિદિન ગ્રાહકોથી ધમધમે છે. પરંતુ પાણી અને લાઈટ માટે વલખા મારતા આ રાત્રી બજારની સુવિધા અંગે સ્ટેન્ડિંગ ચેરમેનએ સ્થળ વિઝીટ કરી નિરીક્ષણ કર્યું હતું
કારેલીબાગનું રાત્રી બજાર મોટી સંખ્યામાં ગ્રાહકો થી ધમધમે છે. કોર્પોરેશનને આવક થવાની સાથે વેપારીઓને પણ ફાયદો થાય છે. છેલ્લા ઘણા મહિનાઓથી રાત્રી બજારના નળમાં પાણી આવતું નથી તેમજ લાઇટની સુવિધા નહીં હોવાથી વેપારીઓને જનરેટર ઉપિયોગ કરી લાઈટો ચાલુ રાખવી પડે છે. વેપારીઓ દ્વારા પાણીની લાઈનો બારોબાર ખેચી લેવામાં આવી છે. પરંતુ આ દુવિધા હજુ સુધી તંત્રની નજરે ચડી નથી. સ્ટેન્ડિંગ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલે સ્થળ વિઝીટ કરી સફાઈ ,સીસીટીવી, શૌચાલય સહીતનું નિરીક્ષણ કરી રાત્રી બજારની યોગ્યતા જાળવવા નિરીક્ષણ કર્યું હતું. પરંતુ ત્યારબાદ પણ પાણીની દુવિધા નજરે ચડી નથી. અત્રે નોંધનીય છે કે તાજેતરમાં મેયર એ વિઝીટ કરી ગેરકાયદેસર ખુરશી ટેબલ, કાઉન્ટર અને શેડ દૂર કર્યા હતા. જે પરિસ્થિતિ આજે યથાવત જોવા મળતા તંત્રની કામગીરી પોકળ સાબિત થઈ છે. આમ મંગળ બજારના દબાણની માફક રાત્રી બજારમાં પણ લોકોને ઉલટા ચશ્મા પહેરાવવાનું યથાવત છે.