Get The App

સુરતના 45 લાખના વિઝા કૌભાંડની ઠગાઈનો આરોપી વડોદરામાંથી પકડાયો

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
સુરતના 45 લાખના વિઝા કૌભાંડની ઠગાઈનો આરોપી વડોદરામાંથી પકડાયો 1 - image

image : Freepik

Visa Scam Vadodara : સુરતમાં વિઝા કન્સલ્ટિંગની ઓફિસ શરૂ કરી 45 લાખની છેતરપિંડી કરવાના ગુનામાં વડોદરાના એક આરોપીનું પણ નામ ખુલતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડી સુરત પોલીસને સોંપવાની તજવીજ કરી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં વર્ષ 2023 માં એક દુકાન ભાડે રાખી મહિલા સંચાલકે ક્રિષ્ણા કન્સલ્ટિંગ નામની ઓફિસ શરૂ કરી હતી. જેમાં ગ્રાહકોએ વિઝા માટે 45 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ મહિલાએ તેઓને વિઝા અપાવ્યા ન હતા તેમજ રકમ પણ પરત કરી ન હતી. જેથી સુરત પોલીસે મહિલા સામે ગુનો દાખલ કર્યો હતો. 

પોલીસ તપાસ દરમિયાન વિઝા ની ઓફિસ વડોદરાણા જીતેન્દ્ર ઉર્ફ જય નટવરલાલ ગોસ્વામી(નવીનગરી, કલ્યાણ નગર વસાહત,નરહરી હોસ્પિટલ પાસે, ફતેગંજ) ના નામે ખોલવામાં આવી હોવાની વિગતો ખુલતા વડોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આ અંગે આરોપીને ઝડપી પાડી સુરત પોલીસને જાણ કરી છે.


Google NewsGoogle News