સયાજી હોસ્પિટલના કેન્ટીન કોન્ટ્રાક્ટરને સુપ્રિન્ટેન્ડન્ટની નોટિસ

તમારો કોન્ટ્રક્ટ કેમ રદ્દ નહીં કરવો તે અંગે ખુલાસો કરવા તાકીદ

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
સયાજી હોસ્પિટલના કેન્ટીન કોન્ટ્રાક્ટરને સુપ્રિન્ટેન્ડન્ટની નોટિસ 1 - image

 વડોદરા,આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સયાજી હોસ્પિટલની કેન્ટીનમાં હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન ગંભીર ક્ષતિ જણાતા કાર્યવાહી કરવામાં આવી છે. જેના  પગલે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે કોન્ટ્રાક્ટ રદ્દ કેમ નહીં કરવો તે બાબતે શો કોઝ નોટિસ આપવામાં આવી છે.

સયાજી હોસ્પિટલની કેન્ટીનમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા ગંભરી ક્ષતિઓ જણાઇ આવી હતી. જેથી, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કેન્ટીન સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલા ચેકિંગના  પગલે સયાજી  હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ આપી જણાવવામાં આવ્યું છે કે, કોન્ટ્રાક્ટની શરતોના ભંગ બદલ તમારા વિરૃદ્ધ દંડની કાર્યવાહી કેમ નહીં કરવી ? તેમજ કોન્ટ્રાક્ટ રદ્દ કેમ નહીં કરવો ? તે અંગે એક દિવસમાં ખુલાસો આપવાનો રહેશે. તેમજ આરોગ્ય વિભાગની ટીમની સૂચના મુજબ સાફ સફાઇ તેમજ સારી ગુણવત્તાવાળી અને સંપૂર્ણ હાઇજેનિક ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે.


Google NewsGoogle News