Get The App

વડોદરાના સન ફાર્મા રોડ તાંદળજા જુના પાદરા રોડ વિસ્તારમાં ફરી લાઈટના ધાંધિયા: લોકોનો વહેલી સવારે હલ્લા બોલ

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
વડોદરાના સન ફાર્મા રોડ તાંદળજા જુના પાદરા રોડ વિસ્તારમાં ફરી લાઈટના ધાંધિયા: લોકોનો વહેલી સવારે હલ્લા બોલ 1 - image


લોકોના એક ટોળાએ ઓપરેટરને ઊંચકી લઈ જઈ ધારાસભ્યને ત્યાં મોરચો લઈ ગયા: બીજા ટોળાએ એન્જીનીયરોને પોલીસ બંદોબસ્ત સાથે ધારાસભ્યને ત્યાં લઈ ગયા

વડોદરા શહેરના સન ફાર્મા રોડ તાંદળજા જુના પાદરા રોડ વિગેરે વિસ્તારોમાં ગઈકાલે સાંજે 5:00 વાગ્યાથી વીજ પુરવઠો ખોરવાતા વહેલી સવારે ચાર વાગ્યા સુધી વીજ પુરવઠો આવ્યો નહીં જેથી લોકોના ટોળા અકોટા એમજીવીસીએલની કચેરી પર ઉમટી પડ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. સ્થળ પર હાજર કર્મચારીઓનો ઘેરાવો પણ કર્યો હતો અને આખરે પોલીસ બોલાવવામાં આવી હતી ત્યારબાદ પોલીસ બંદોબસ્ત સાથે કર્મચારીઓને લઈને નજીકમાં રહેતા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના ઘરે પણ મોરચો લઈ ગયા હતા.

વડોદરાના સન ફાર્મા રોડ તાંદળજા જુના પાદરા રોડ વિસ્તારમાં ફરી લાઈટના ધાંધિયા: લોકોનો વહેલી સવારે હલ્લા બોલ 2 - image

એમજીવીસીએલના અકોટા અને વાસણા સબ ડિવીઝન વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ કેબલ માં ફોલ્ટ થતાં mgvcl ના કર્મચારીઓએ ગઈકાલે સાંજથી સમારકામની કામગીરી શરૂ કરતા બીજો કેબલ ફોલ્ડ થતાં સન ફાર્મા રોડ, તાંદળજા, જુના પાદરા રોડ વિસ્તારની અસંખ્ય સોસાયટીઓમાં ગઈકાલે સાંજે 5:00 વાગ્યાથી રાત્રે 03:00 વાગ્યા સુધી વીજ પુરવઠો ખોરવાયેલો રહેતા આખરે આ વિસ્તારની 40 થી 50 સોસાયટીના રહીશો અકોટા વિજ કંપનીની કચેરીએ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. વિજ કચેરીએ અધિકારીઓ દ્વારા પોલીસ બોલાવી લેવામાં આવતા લોકોમા આક્રોશ ફેલાયો હતો . એમ જી વી સી એલ ના કર્મચારીઓ સાથે ઉપગ્રહ બોલાચાલી અને લોકોએ તેનો ઘેરાવો કર્યો હતો જેથી પોલીસ બોલાવી પડી હતી ત્યારબાદ લોકોએ ધારાસભ્યના ઘરે રજૂઆત કરવા જવાનું નક્કી કરતા એક ટોળાએ mgvcl ના ઓપરેટરને જબરજસ્તી ઊંચકી લઈ જઈને ધારાસભ્યને ત્યાં લઈ ગયા હતા તેઓ રજૂઆત કરતા હતા તે દરમિયાન બીજું એક ટોળું પોલીસના બંદોબસ્ત સાથે કર્મચારીઓને લઈને ધારાસભ્યને નિવાસ્થાને પહોંચ્યા હતા જ્યાં ઉગ્ર રજૂઆતો સતત અડધો કલાક સુધી ચાલી હતી. સવારે ચાર વાગ્યે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇના ઘરે પહોંચ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે, પરોઢીયે ચૈતન્ય દેસાઇએ વિજ કંપનીના અધિકારીને ફોન કરતા સામેથી કોઇ જવાબ મળ્યો ન હતો. આખરે તેમણે પણ સ્વિકાર્યું કે, હવે તો હદ થઇ ગઇ છે.

વડોદરાના સન ફાર્મા રોડ તાંદળજા જુના પાદરા રોડ વિસ્તારમાં ફરી લાઈટના ધાંધિયા: લોકોનો વહેલી સવારે હલ્લા બોલ 3 - image

સન ફાર્મા રોડ તાંદળજા જુના પાદરા રોડ વિસ્તારની સોસાયટીઓના રહીશોએ હોબાળો મચાવતા જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી વીજ પુરવઠો ખોરવાતો રહે છે પરંતુ ગઈકાલે સાંજથી વીજ પુરવઠો ઠપ થઈ જતા 12 કલાક સુધી વીજ પુરવઠો નહીં આવતા રજૂઆત કરવા એમજીવીસીએલની કચેરી ખાતે પહોંચ્યા છે પરંતુ અહીં કોઈ જવાબદાર અધિકારી હાજર નથી તેમના ઉપરી અધિકારીને બોલાવવા માટે જણાવ્યું છતાં કોઈ આવતું નથી અને ફોન પણ ઉપાડતા નથી.

વડોદરાના સન ફાર્મા રોડ તાંદળજા જુના પાદરા રોડ વિસ્તારમાં ફરી લાઈટના ધાંધિયા: લોકોનો વહેલી સવારે હલ્લા બોલ 4 - image

સ્થાનિક રહીશોએ ઉગ્ર રોજ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે.સવારે 7 વાગ્યે લાઇટ ગઇ હતી. બપોરે 12 વાગ્યે લાઇટ આવી હતી. સાંજે 4 વાગ્યાની લાઇટ ગઇ હતી. મધરાત્રે 3 વાગ્યા સુધી લાઇટ આવી નથી. અત્યારે સ્ટાફ જોડે વાત કરી તો તેમણે કહ્યું કે, સવારે લાઇટ આવશે. અમે સબ સ્ટેશન ગયા તો વિજ કર્મીઓ ટોર્ચ લાઇટના સહારે ચ્હા પીતા નજરે પડ્યા હતા. વિજ કચેરીએ પોલીસની ગાડીઓ બોલાવી લેવામાં આવી છે. વિજ કંપનીના અધિકારીને ધારાસભ્યની હાજરીમાં પણ ફોન કર્યો છતાં કોઇ જવાબ નથી આપતા.

વડોદરાના સન ફાર્મા રોડ તાંદળજા જુના પાદરા રોડ વિસ્તારમાં ફરી લાઈટના ધાંધિયા: લોકોનો વહેલી સવારે હલ્લા બોલ 5 - image

ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ જણાવે છે કે, પાંચ વિસ્તારોમાં લાઇટ ગઇ છે. વિજ કંપની દ્વારા કેબલ ફોલ્ટ થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને તે મળતો નથી. તે લોકો ઓવરહેડ કરીને ચાલુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ તે થઇ શકતું નથી. લોકોનું કહેવું છે કે, ગઇ કાલે સાંજે પાંચ વાગ્યાથી લાઇટ નથી. હવે તો હદ થઇ ગઇ છે. વિજ કંપનીના અધિકારીઓ લોકોનો ફોન પણ નથી ઉપાડતા. આ બધા લોકો અહિંયા આવ્યા છે. જો કે, મોડી રાત્રે ધારાસભ્યના ઘરે વિજ કંપનીના એન્જિનીયરોને લાવીને લોકોએ સવાલ પુછ્યા હતા. ત્યારે તેમની પાસે કોઇ સ્પષ્ટ જવાબ ન હતા.

એ. જે. ત્રિવેદી જૂનિયર એન્જિનીયર જણાવે છે કે, સનફાર્મા અંદર ગ્રાઉન્ડ કેબલ ફાયર થયો હતો. અગાઉ થયું હતું તે રીતે થયું હતું. તેને ચાલુ કરવા જતા વાસણા સબ સ્ટેશન બંધ થઇ ગયું છે. લોકોએ અમને સપોર્ટ કર્યો છે. ટેક્નિકલ મુશ્કેલી આવી રહી છે. સબ સ્ટેશનથી તકલીફ પડી રહી છે. સબ સ્ટેશન વિજ પ્રવાહ બંધ થયું, અમે લોકો ભેગા થયા, કામગીરી શરૂ કરવામાં આવી છે. અકોટા - અટલાદરા બે ઓફીસ અકોટા ઓફીસથી ચાલે છે. સનફાર્મા રોડ અટલાદરા વિભાગમાં આવે છે. અટલાદરા વિભાગમાં એક જ સાહેબ છે, તેઓ રજા પર છે. લોકોની મુશ્કેલી અમે માનીએ છીએ. અન્ય વિજ કચેરીએથી પણ સ્ટાફ કામ કરી રહ્યો છે.

વિજ કંપનીના ઉચ્ચ કર્મી જણાવે છે કે, સાંજે પોણા છ વાગ્યાની આસપાસ કેબલ ફોલ્ટ થયો હતો. કેબલ ફોલ્ટ થતા અમે લોડ ચેન્જ ઓવર કર્યો હતો. ચેન્જ ઓવર થતા જમ્પર સળગી ગયા છીએ. તેને દુરસ્ત કરવાની કામગીરી અમે કરી રહ્યા છીએ. મોડી રાત સુધી પણ ફીડરમાં ફોલ્ટ છે. અંડરગ્રાઉન્ડ કેબલમાં ફોલ્ટ થવાના કારણે આ સમસ્યા સર્જાઇ રહી છે.


Google NewsGoogle News