Get The App

ઓનલાઇન ગેમિંગમાં આર્થિક રીતે ફટકો પડતા પતિની આપઘાતની ચીમકી

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
ઓનલાઇન ગેમિંગમાં આર્થિક રીતે ફટકો પડતા પતિની આપઘાતની ચીમકી 1 - image

image : Freepik

વડોદરા,તા.19 ફેબ્રુઆરી 2024,સોમવાર

ઓનલાઇન ગેમ અને જુગારની લતમાં પતિ કરોડો રૂપિયા ગુમાવી દેતા મરી જવાની ધમકી આપતા પત્નીએ કાઉન્સિલીંગ માટે 181 મહિલા હેલ્પ લાઈન પર કોલ કરી મદદ મેળવી હતી.

181 અભયમ મહિલા હેલ્પ લાઈન મકરપુરા વિસ્તાર પહોંચી પત્નીનું કાઉન્સલિંગ કરતા જણાવ્યુ કે મારાં લગ્ન ને 32 વર્ષ થયા છે સંતાનમાં એક દીકરો બેંગ્લોર છે મારું લગ્ન જીવન સુખે જ ચાલતું હતું પતિ કંપની માં જોબ કરતા હતા અને શેર માર્કેટનું કરતા હતા 6 મહિના થી મારો પતિ મોબાઈલમાં ઓનલાઇન ગેમિંગ રમ્યા કરે છે. એમાં ને એમાં રચ્યા પચ્ચા રહે છે. ઓનલાઇન જુગારમાં પતિએ શેર માર્કેટના બિઝનેસમાં કરોડો રૂપિયા ગવાય દીધા છે. હવે પરિસ્થિતિ એવી છે પતિ રીટાર્ડ છે જોબ જાય છે પણ જે પગાર આવે એ એક જ દિવસમાં ઓનલાઇન ગેમમાં વાપરી નાંખે છે. હવે મારો પતિ કહે છે તને મેં સુખ સગવડ સંપત્તિ આપી હવે હું તકલીફમાં છું તો તું મને શેર માર્કેટમાં મદદ કર પણ પત્ની કહે છે દેવા ચૂકવવામાં એક ઘર વેચ્યું ફોર વ્હીલ વેચી બાઇક વેચી દીધું હવે આપને જવા આવા રહેવા તેમજ ઘર ચલાવવું અઘરું છે. હું તમને ફરી પૈસા વેડફવા ના આપી શકું મારાં સાસરી પક્ષ અને પિયર પક્ષ વાળા પણ સમજાવે છે પણ આજે માંરી વાત ના માનતા મને હું ઘર માંથી નીકળી જાવ છું. કાંતો મરી જાવ માટે સમજવવા તમારી મદદ મેળવી છે 

અભયમની ટીમ વ્યક્તિગત કન્સિલીંગ કરી સમજવ્યા કે ઓનલાઇન ગેમ એ સારી બાબત નથી ખોટી જગ્યાએ તમે રૂપિયો વેડફાવા એના કરતા પત્નીની વાતમાનો એ પણ તમારું સારુ જ ઈચ્છે છે મરી જવાના વિચાર ના કરીને એમાથી બહાર નીકળવાનું વિચારો ઘરમાં તોડફોડ કરી નુકસાન તમને જ થશે. પત્નીને માનસિક ત્રાસ આપશો નહિ જે બાબતે ટીમની વાત ગંભીર લેતા પતિએ કહ્યું કે આવેશમાં હતો. ગુસ્સો આવી ગયો એટલેએ પગલું ભરવા વિચાર કરવા મજબૂર થઈ ગયો હતો. પણ હવે હું માનસિક ત્રાસ આપીશ નહિ તેમ જણાવી મામલો શાંત પાડ્યો હતો.


Google NewsGoogle News