Get The App

વડોદરા કોર્પોરેશનના 143 બેન્ક એકાઉન્ટ છેલ્લા 10 વર્ષથી નોન ઓપરેટીવ છે તે બંધ કરવા રજૂઆત

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનના 143 બેન્ક એકાઉન્ટ છેલ્લા 10 વર્ષથી નોન ઓપરેટીવ છે તે બંધ કરવા રજૂઆત 1 - image

વડોદરા,તા.21 ફેબ્રુઆરી 2024,બુધવાર

વડોદરા કોર્પોરેશનના 143 બેન્ક એકાઉન્ટ દસ વર્ષથી નોન ઓપરેટિંગ છે છતાં પણ તે બંધ કરવામાં આવતા નથી.

બજેટ સભામાં કોર્પોરેશનમાં કોંગ્રેસના નેતા અમી રાવતે જણાવ્યું કે, આપણે ત્યાં (કોર્પોરેશન)માં છેલ્લા 10 વર્ષથી ઘણા નોન ઓપરેટિંગ એકાઉન્ટ છે. એ બંધ કરી દેવા જોઈએ. પાલિકા સાથે સંકળાયેલા એવા 143 એકાઉન્ટ છે જેમાં કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ થઈ રહી નથી. દસ વર્ષથી આવા નોન ઓપરેટિંગ એકાઉન્ટ માટે ઓડિટ વિભાગ નોંધતુ આવ્યું છે કે, આવા એકાઉન્ટના કોઈ સ્ટેટમેન્ટ બનતા નથી કે કોઈ વ્યવહાર થતા નથી. જેથી અમે એનું ઓડિટ કરી શકતા નથી. તો પણ આવા એકાઉન્ટ બંધ કરવામાં આવતા નથી. કમિશનરે આવા એકાઉન્ટની તપાસ કરાવી તેના અંગે યોગ્ય નિર્ણય લેવાની ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીને સુચન કર્યું હતું.


Google NewsGoogle News