Get The App

પરીક્ષા પહેલા એફવાયના ૬૦૦૦માંથી ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓની વિષય પસંદગી બાકી

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
પરીક્ષા પહેલા  એફવાયના ૬૦૦૦માંથી ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓની વિષય પસંદગી બાકી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં નવી શિક્ષણ નીતિના અમલમાં વિંલબના કારણે એફવાયનુ શિક્ષણ આખા ગુજરાતમાં સૌથી પાછળ ચાલી રહ્યુ છે.એફવાયના પહેલા સેમેસ્ટરની ઈન્ટરનલ પરીક્ષા જ ૧૮ જાન્યુઆરીથી શરુ થવાની છે અને તે પહેલા સત્તાધીશોએ વિદ્યાર્થીઓને ઓનલાઈન વિષય પસંદગીનો આદેશ આપ્યો છે.

મળતી વિગતો પ્રમાણે એફવાયના વિદ્યાર્થીઓને સાત વિષય પસંદ કરવાના છે.આ વિષયોની વિદ્યાર્થીઓએ પોતાના સ્ટુડન્ટ એકાઉન્ટમાં લોગ ઈન કરીને ઓનલાઈન પસંદગી કરવાની છે.સત્તાધીશોએ વિદ્યાર્થીઓને આઠ જાન્યુઆરીએ આ બાબતની જાણકારી આપીને વિષય પસંદગી કરવા ૧૦ જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો.

ફેકલ્ટી ડીનનુ કેતન ઉપાધ્યાયનુ કહેવુ છે કે, ૬૦૦૦ પૈકી ૫૩૦૦ વિદ્યાર્થીઓએ વિષય પસંદગી કરી લીધી છે અને બીજા ૭૦૦ વિદ્યાર્થીઓ બાકી છે.જેમને હજી આવતીકાલ, ગુરુવારનો એક દિવસ આપવામાં આવશે.વિષય પસંદગી નહીં કરી શકનારા વિદ્યાર્થીઓ ઈન્ટરનલ પરીક્ષા નહીં આપી શકે.ઉલ્લેખનીય છે કે, એફવાયના વિદ્યાર્થીએ નવી શિક્ષણ નીતિ પ્રમાણે સાત વિષયની પસંદગી કરવાની છે.આ પૈકી ૬ વિષયમાં તો વિદ્યાર્થીઓને કોઈ વિકલ્પ અપાયા જ નથી.જ્યારે સાતમો વિષય ઈન્ડિયન નોલેજ સિસ્ટમનો રહેશે.જેમાં વિદ્યાર્થીએ ૩ પૈકીનો એક વિકલ્પ પસંદ કરવાનો છે.



Google NewsGoogle News