Get The App

એફવાયબીકોમના વિદ્યાર્થીઓને આજથી ઈન્ટરનલ પરીક્ષાની ઉત્તરવહીઓ બતાવાશે

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
એફવાયબીકોમના વિદ્યાર્થીઓને આજથી  ઈન્ટરનલ પરીક્ષાની ઉત્તરવહીઓ બતાવાશે 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં દિવાળી પહેલા લેવાયેલી એફવાયની ઈન્ટરનલ પરીક્ષાઓની ઉત્તરવહીઓ વિદ્યાર્થીઓને બતાવવાનું તા.૨૦ નવેમ્બર, બુધવારથી શરુ થશે.કોમર્સ ફેકલ્ટીમાં કોરોના બાદ આ પ્રથા ફરી શરુ થવા જઈ રહી છે.

મહત્વની વાત એ છે કે, ૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની ઈન્ટરનલ પરીક્ષાની ઉત્તરવહીઓ અધ્યાપકોએ દિવાળી વેકેશનમાં તપાસી છે.ઉઘડતા વેકેશને વિદ્યાર્થીઓને ઉત્તરવહીઓ આપવાનું ટાઈમ ટેબલ સચવાયું છે.

કોમર્સ ફેકલ્ટીના અલગ અલગ યુનિટ પર એફવાયના વિદ્યાર્થીઓને તેમના અભ્યાસના સમયગાળા દરમિયાન જ ઉત્તરવહીઓ આપવામાં આવશે.આ માટેનુ ટાઈમ ટેબલ પણ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ પહેલા ઈન્ટરનલ પરીક્ષાની ઉત્તરવહીઓ વિદ્યાર્થીઓને બતાવાતી હતી પરંતુ કોરોનામાં ઓનલાઈન પરીક્ષા શરુ કરાયા બાદ આ પ્રથા બંધ થઈ હતી.કોરોના જતો રહ્યા બાદ પણ સત્તાધીશોએ અત્યાર સુધી ઉત્તરવહીઓ બતાવવાનું ફરી શરુ કર્યું નહોતું.જોકે આ વર્ષથી હવે વિદ્યાર્થીઓને ઉત્તરવહીઓ જોવા મળશે.જેથી તેમણે ક્યાં ભૂલ કરી છે અને ક્યાં માર્કસ કપાયા છે અને કયા પ્રકારે જવાબો લખ્યા હોત તો માર્કસ વધારે મળી શકે ..જેવી બાબતોનો ખ્યાલ આવશે.

 વિદ્યાર્થીઓએ ઉત્તરવહી મેળવવા માટે પોતાનુ આઈ કાર્ડ રજૂ કરવું પડશે.એક સાથે સાતે વિષયની ઉત્તરવહી વિદ્યાર્થીઓને અપાશે.વિદ્યાર્થીઓને જો ઉત્તરવહીના ચેકિંગથી અસંતોષ હોય તો તેમણે ઉત્તરવહી પર તે બાબતનો ઉલ્લેખ કરીને સ્ટાફ રુમમાં ઉત્તરવહી જમા કરાવવાની રહેશે.


Google NewsGoogle News