ખાસવાડી સ્મશાન નજીક સ્કૂલ રિક્ષા અને પાછળથી ટેમ્પાએ ટક્કર મારતા વિદ્યાર્થીઓ ઘવાયા

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
ખાસવાડી સ્મશાન નજીક સ્કૂલ રિક્ષા અને પાછળથી ટેમ્પાએ ટક્કર મારતા વિદ્યાર્થીઓ ઘવાયા 1 - image


વડોદરા, તા. 13 જાન્યુઆરી 2024 શનિવાર 

વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન નજીક નશો કરેલી હાલતમાં પૂર ઝડપે દોડતા એક ટેમ્પાના ચાલકે પાછળથી સ્કૂલ રિક્ષાને ટક્કર મારી હતી. તેથી રિક્ષામાં સવાર 11 ઉપરાંતના વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. ટક્કર મારનાર ટેમ્પો પલટી ગયો હતો. ટેમ્પા ચાલાક નશો કરેલો હોવાનું પ્રત્યેક્ષદર્શીઓનું કહેવું હતું.

મળતી વિગતો અનુસાર કારેલીબાગ વિસ્તારમાં આવેલી સરદાર વિનય મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ નિત્યક્રમ મુજબ સ્કૂલમાં જવા માટે રિક્ષામાં બેસીને જ ખાસવાડી સ્મશાન નજીકથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પુરઝડપે પાછળથી આવેલા ટેમ્પા એ આ રીક્ષા ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. તેને કારણે રિક્ષામાં સવાર વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા અને રળારોળ કરી મૂકી હતી. લગભગ 11 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થવા પામી હતી. તેમની મદદથી આજુબાજુના લોકો આવી ગયા હતા. લોકોના જણાવ્યા મુજબ ટેમ્પા ચાલક નશો કરીને વાહન ચલાવતો હતો. અને ઘટના સ્થળેથી નાસી ગયો હતો. બનાવવાની જાણ થતા કારેલીબાગ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News