Get The App

MSUની ટેકનોલોજી ફેકલ્ટીમાં દોઢ વર્ષથી કેન્ટીન બંધ, વિદ્યાર્થીઓ પરેશાન અને સત્તાધીશો બેપરવાહ

Updated: Feb 28th, 2024


Google News
Google News

MSUની ટેકનોલોજી ફેકલ્ટીમાં દોઢ વર્ષથી કેન્ટીન બંધ, વિદ્યાર્થીઓ પરેશાન અને સત્તાધીશો બેપરવાહ 1 - image

વડોદરા,તા.28 ફેબ્રુઆરી 2024,બુધવાર

એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીની કેન્ટીન છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓ પારવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

મળતી વિગતો પ્રમાણે અગાઉના કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ કેટલાય મહિનાઓ સુધી નવો કોન્ટ્રાક્ટ આપવા માટે કાર્યવાહી થઈ નહોતી. એ પછી ત્રણ મહિના સુધી પરચેઝ કમિટિની બેઠક જ નહીં મળી હોવાના કારણે કેન્ટીનનો નવો કોન્ટ્રાક્ટ જ અપાયો નથી.

MSUની ટેકનોલોજી ફેકલ્ટીમાં દોઢ વર્ષથી કેન્ટીન બંધ, વિદ્યાર્થીઓ પરેશાન અને સત્તાધીશો બેપરવાહ 2 - image

ટેકનોલોજીની કેન્ટીન એક સમયે યુનિવર્સિટીની અન્ય ફેકલ્ટીઓમાં અને યુનિવર્સિટીની બહાર પણ પ્રસિધ્ધ હતી.અત્યારે આ કેન્ટીન ધૂળ ખાઈ રહી છે. અહીંયા કૂતરા પણ ફરતા નજરે પડી રહ્યા છે.

દોઢ વર્ષ સુધી કોન્ટ્રાક્ટ નહીં આપીને સત્તાધીશોએ પોતાની ઘોર બેદરકારી દર્શાવી છે. હવે સૂત્રોનુ કહેવુ છે કે, પરચેઝ કમિટિની ગત બેઠકમાં તેને લઈને દરખાસ્ત મુકવામાં આવી છે અને નજીકના ભવિષ્યમાં કેન્ટીન ફરી શરુ થાય તેવી શક્યતા છે.

Tags :
VadodaraM-S-University-CanteenM-S-UniversityFaculty-of-Technology

Google News
Google News