પાનખર પછી પ્રકૃતિને નવું રુપ આપતી વસંતઋતુ શીખવાડે ક્યારેય જીવનમાં હાર ન માનો
એમ.એસ.યુનિ.માં વસંત થીમ વિશે કાવ્ય મંચનું આયોજન કરાયું
વિવિધ ફેકલ્ટીના સહિત ૬૦ મહિલાઓએ ભાગ લીધો
વડોદરા, તા. 30 જાન્યુઆરી 2020, ગુરુવાર
એમ.એસ.યુનિ.ની આર્ટસ ફેકલ્ટીના મરાઠી વિભાગ ખાતે વસંત થીમ વિશે કાવ્ય મંચનું આયોજન કરાયંબ હતુ. જેમાં હિન્દી, મરાઠી અને અંગ્રેજી વિભાગના વિદ્યાર્થીઓ સહિત ૬૦ મહિલાઓએ ભાગ લીધો હતો. પીળા વસ્ત્રોમાં આવેલા તમામે સરસ્વતીજીની પૂજા કર્યા બાદ કાવ્ય પઠન કર્યું હતું, એમ મહિલા કાવ્ય મંચના અધ્યક્ષા તેમજ હિન્દી વિભાગના પ્રો.કલ્પના ગવલીનું કહેવું છે.
વિદ્યાર્થિની રાજકુમારી ગીરીએ કવિતાના માધ્યમથી કહ્યું કે, વસંતઋતુ આવવાની સાથે જ પ્રકૃતિ નવું રુપ ધારણ કરી લે છે, જાણે ધરતી પીળા વસ્ત્ર પહેરીને સુંદર રીતે તૈયાર થઈ ગઈ હોય તેવી લાગે છે. વૃક્ષો પર નવા ફળ, ફૂલ અને પાન આવવા લાગે છે. વસંતનું રુપ જોઈને મન મલકાઈ જાય છે. આંબા ઉપર નવા મોર આવ્યા, કેસુડાના ફૂલ આવ્યા તો મેળાપની મોસમ પણ વસંતે દીધી.વસંતઋતુ માણસને એ જ શીખવાડે છે કે જીવનમાં ક્યારેય હાર ન માનવી જોઈએ ક્યારેક તો સફળતા મળે જ છે અને જીવનમાં જે મળ્યું હોય તેનો સંતોષ માનવો જોઈએ તે જ દરેકનું લક્ષ્ય હોવું જોઈએ.