Get The App

અભ્યાસમાં સફળતા મેળવવા માટે સ્વયંશિસ્તનું પાલન કરોઃ આર્મી ચીફ

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
અભ્યાસમાં સફળતા મેળવવા માટે સ્વયંશિસ્તનું પાલન કરોઃ આર્મી ચીફ 1 - image

વડોદરાઃ અભ્યાસમાં સફળતા મેળવવી હોય તો સ્વયં શિસ્તનુ પાલન કરવુ બહુ જરુરી છે તેવી સલાહ આજે ભારતીય સેનાના વડા જનરલ મનોજ પાંડેએ વિદ્યાર્થીઓને આપી હતી.સાથે સાથે તેમણે ભારતીય સેનામાં લીડરશિપ માટે કયા કયા ગુણ જરુરી હોય છે તેની વાત પણ વિદ્યાર્થીઓ સાથે કરી હતી.

યુવાઓની સંસ્થા ઈન્ડિયાસ ઈન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઈટ નેશન્સ દ્વારા શહેરની પારુલ યુનિવર્સિટીમાં યોજાયેલા  કોન્ક્લેવના બીજા દિવસે વિદ્યાર્થીઓને સંબોધન કરવા માટે ભારતીય આર્મી ચીફ જનરલ મનોજ પાંડે ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે  કહ્યુ હતુ કે,  વિદ્યાર્થીઓએ સ્વયં શિસ્ત કેળવવી જોઈએ.જેના કારણે જવાબદારીની ભાવના કેળવાય છે.તમે જ્યારે જવાબદાર બનીને કામ કરો છો ત્યારે બીજા લોકો તમારા પર વિશ્વાસ રાખવા માંડે છે.તમારી વિશ્વસનિયતા વધે છે.જે સફળતા તરફ લઈ જાય છે.સાથે સાથે ટીમવર્કનુ પણ જેટલુ મહત્વ સેનામાં છે તેટલુ જ અભ્યાસકાળ દરમિયાન પણ છે.

જનરલ પાંડેએ આગળ કહ્યુ હતુ કે, દરેક ક્ષેત્રમાં નેતૃત્વ જરુરી હોય છે અને દરેક આગેવાન માટે દરેક ક્ષેત્રમાં નેતૃત્વના અલગ અલગ ગુણોની જરુર પડતી હોય છે.જેની પાસે દિર્ઘદ્રષ્ટિ અને પોતાની ટીમ  માટે ઉદાહરણ પૂરુ પાડવાની ક્ષમતા છે તે સાચો લીડર છે.ભારતીય સેનામાં લીડરશીપ માટે ચાર સી મહત્વના છે.જેમાં કેરેટકર, કનડક્ટ, કોમ્પિટન્સ અને કમિટમેન્ટનો સમાવેશ થાય છે.ભારતીય સેનામાં દરેક ઓફિસર માટે દેશનુ સન્માન, સુરક્ષા અને કલ્યાણ પહેલુ છે.પોતાની પલટન કે ટુકડીના જવાનોની સુરક્ષા બીજા ક્રમે છે અને સૌથી છેલ્લે પોતાની સુરક્ષા આવે છે.

જનરલ પાંડેએ વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ કે, કોઈ પણ કામ કરતી વખતે ઉભા થતા પડકારો તમારા મક્કમ નિર્ધારની પરીક્ષા લેતા હોય છે.નિષ્ફળતાથી ગભરાવાનુ નથી.નિષ્ફળતા એ સફળતા મેળવવાના રસ્તા પરનુ પહેલુ પગથિયુ છે.દરેક નિષ્ફળતા તમને હતાશ કરવા માટે નહીં પણ તમારા નિર્ધારને વધારે મજબૂત બનાવવા માટે હોય છે.



Google NewsGoogle News