પરિણામો જાહેર નહીં થતા MSUની ટેકનોલોજી ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ ડીનના ટેબલ પર બેસી ગયા

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
પરિણામો જાહેર નહીં થતા MSUની ટેકનોલોજી ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ ડીનના ટેબલ પર બેસી ગયા 1 - image


M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં પરિણામો જાહેર નહીં થવાના કારણે વિદ્યાર્થીઓેએ શરૂ કરેલા વિરોધે આજે વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

મળતી વિગતો પ્રમાણે ચાર દિવસ પહેલા પણ ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ રિએસએસમેન્ટના પરિણામો 60 દિવસ પછી પણ જાહેર નહીં થયા હોવાના કારણે ભારે હંગામો મચાવ્યો હતો અને ડીનની ઓફિસને બાનમાં લીધી હતી.

 હજી પણ કેટલાક વિદ્યાર્થીઓના પરિણામ જાહેર નહીં થયા હોવાનુ કારણ આપીને વિદ્યાર્થીઓએ આજે ફરી ઉહાપોહ કર્યો હતો અને આજે તો વિદ્યાર્થીઓનું ટોળું ડીનની ઓફિસમાં ઘૂસી ગયું હતું અને ડીનના ટેબલ પર વિદ્યાર્થીઓ બેસી ગયા હતા.

એક તબક્કે ડીન અને વિદ્યાર્થીઓ વચ્ચે ભારે તડાફડી પણ થઈ હતી. ડીને કહ્યું હતું કે તમામ વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થઈ ગયા છે. જ્યારે વિદ્યાર્થીઓએ કેટલાકના પરિણામ જાહેર નહીં થયા હોવાની દલીલ કરી હતી.

એ પછી ફેકલ્ટી ડીન પ્રો.ધનેશ પટેલ ચકાસણી કરવા માટે યુનિવર્સિટી હેડ ઓફિસ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ પણ તેમની પાછળ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, આજે જ્યાં સુધી પરિણામ જાહેર નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી.


Google NewsGoogle News