Get The App

યુનિ.ની લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ સનદ નથી મળી રહી

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
યુનિ.ની લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ સનદ નથી મળી રહી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીનુ લો ફેકલ્ટીનું બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સાથે જોડાણ નહીં હોવાના કારણે ૨૦૨૪માં લો ફેકલ્ટીમાંથી ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ સનદ મેળવવાના ફાંફા પડી રહ્યા છે.

મળતી વિગતો પ્રમાણે આજે લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ આજે ડીન સમક્ષ રજૂઆત કરી હતી.વિદ્યાર્થીઓ વતી પૂર્વ જીએસ અને વકીલ પાર્થ સુરતીએ કહ્યું હતું કે, લોનું શિક્ષણ આપતી સંસ્થાનુ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સાથે જોડાણ હોવું જરુરી છે.છેલ્લે ૨૦૧૮ થી ૨૦૨૦ સુધી લો ફેકલ્ટીને ત્રણ વર્ષ માટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ જોડાણ આપ્યું હતું.એ પછી છેલ્લા ચાર વર્ષથી એફિલિએશન વગર જ ફેકલ્ટીનુ સંચાલન થઈ રહ્યું છે.આ જોડાણના અભાવે જોકે હવે  વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્નાર્થ સર્જાયો છે.કારણકે ૨૦૨૪માંથી ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પ્રોવિઝનલ સનદ આપવાનો ઈનકાર કર્યો છે.

તેમના કહેવા પ્રમાણે પ્રોવિઝનલ સનદ વગર વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા બાર એક્ઝામમાં બેસી શકે નહીં અને જો આ પરીક્ષા વિદ્યાર્થીઓ પાસ ના કરે તો તેમને વકીલાત માટે જરુરી સનદ પણ નહીં મળી શકે.સામાન્ય રીતે ડિસેમ્બરમાં આ પરીક્ષા લેવાતી હોય છે.આમ લગભગ ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ અત્યારે અટવાયા છે.અમે ડીનને રજૂઆત કરી છે અને ડીને અમને કહ્યું છે કે, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સાથે જોડાણ માટે ફેકલ્ટીના પ્રયત્નો સતત ચાલુ જ છે અને આગામી દિવસોમાં તેનુ હકારાત્મક પરિણામ મળશે.



Google NewsGoogle News