નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ૬ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬૦૦ થઈ
વડોદરાઃ અંગ્રેજી માધ્યમના વાલીઓમાં વધતા જતા ક્રેઝને જોતા ૬ વર્ષ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ અંગ્રેજી માધ્યમની પહેલી સ્કૂલ શરુ કરી હતી.આઠ વર્ષ બાદ હવે શિક્ષણ સમિતિની ૬ સ્કૂલોમાં અંગ્રેજી માધ્યમના વર્ગો ચાલી રહ્યા છે અને તેમાં ભણનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬૦૦ પર પહોંચી છે.
મળતી વિગતો પ્રમાણે ૨૦૧૬માં જ્યારે પહેલી વખત છાણી ટીપી ૧૩ વિસ્તારની ચાણકય સ્કૂલમાં અંગ્રેજી માધ્યમ શરુ કરવામાં આવ્યું તે વખતે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો.એ પછી અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જ રહી છે.કોરોનાકાળ બાદ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે.
ગત વર્ષે ૨૦૭ વિદ્યાર્થીઓએ અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ લીધો હતો.આ વર્ષે ૨૯૩ વિદ્યાર્થીઓએ અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ લીધો છે.અત્યારે અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬૦૦ પર પહોંચી છે.
શિક્ષણ સમિતિની છાણી વિસ્તારની ચાણક્ય સ્કૂલમાં, નિઝામપુરા વિસ્તારની પંડિત દિનદયાળ ઉપાધ્યાય સ્કૂલમાં અને હરણી વારસિયા રિંગ રોડની કવિ દુલા કાગ સ્કૂલમાં ધો.૧ થી ૮ના વર્ગો ચાલે છે.જ્યારે સમા વિસ્તારની પ્રમુખ સ્વામી મહારાજ સ્કૂલમાં ધો.૧ થી ૩ના વર્ગ ચાલે છે.ગત વર્ષે બે નવી સ્કૂલો શરુ કરાઈ છે.જેમાં નવાપુરાની ડોંગરેજી મહારાજ અને માંજલપુરની કુબેરેશ્વર સ્કૂલનો સમાવેશ થાય છે.
આ વિદ્યાર્થીઓને ભણાવવા માટે હંગામી ધોરણે ૩૦ જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે.જેમને દર મહિને ૧૩૦૦૦ રુપિયા પગાર ચૂકવવામાં આવે છે.
શહેરમાં અંગ્રેજી માધ્યમની ગ્રાન્ટેડ સ્કૂલો ઓછી છે
શિક્ષણ સમિતિના શિક્ષક ધવલભાઈ પટેલનું કહેવું છે કે, શહેરમાં અંગ્રેજી માધ્યમની ગ્રાન્ટેડ સ્કૂલો બહુ જ ઓછી છે.જેમની આર્થિક સ્થિતિ નબળી છે તેવા વાલીઓ પોતાના સંતાનોને ખાનગી અંગ્રેજી સ્કૂલોમાં ભણાવી શકે તેમ નથી અને તેવા વાલીઓ હવે શિક્ષણ સમિતિની સ્કૂલો તરફ વળી રહ્યા છે.શિક્ષણ સમિતિની સ્કૂલોમાં શિક્ષણની સાથે સાથે પાઠય પુસ્તકો અને અન્ય શૈક્ષણિક વસ્તુઓ પણ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે તે પણ એક ફાયદો છે.
કોરોના બાદ સંખ્યા માં ઉછાળો, કુલ ૪૧૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
સૂત્રોનું કહેવું છે કે, સમિતિના કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાં કોરોનાકાળ બાદ ભારે વધારો થયો છે.કોરોના પહેલા સમિતિની સ્કૂલોમાં ૨૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભણતા હતા.હવે ગુજરાતી માધ્યમ સહિતના તમામ માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા ૪૧૦૦૦ કરતા વધારે ગઈ છે.
શિક્ષણ સમિતિની ૧૨૦ સ્કૂલોના ૨૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની આજથી પરીક્ષા
ગત વર્ષે પેપર લીક થયા બાદ ખાનગી એજન્સી પાસે પેપર પ્રિન્ટ કરાવાયા, સ્ટ્રોંગ રુમ બનાવાયો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૨૦ જેટલી સ્કૂલોમાં આવતીકાલ, ગુરુવારથી ધો.૩ થી ૮ના ૨૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની પ્રથમ કસોટીનો પ્રારંભ થશે.ગત વર્ષે એક સ્કૂલમાં પરીક્ષા દરમિયાન પેપર લીકની ઘટના બની હતી.આ ઉપરાંત ૨૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓના પેપર પ્રિન્ટ કરવાની કોર્પોરેશનના પ્રેસની ક્ષમતા પણ નથી.આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને પેપર તૈયાર કરવાની અને પ્રિન્ટ કરવાની જવાબદારી ખાનગી એજન્સીને આપવામાં આવી છે.આ તમામ પેપરો મૂકવા માટે મુખ્ય કચેરીમાં સ્ટ્રોંગરુમ બનાવવામાં આવ્યો છે.જ્યાંથી સીધા વાહનો મારફતે પેપરો સ્કૂલોમાં પહોંચાડવામાં આવશે.આ માટે સુપરવાઈઝરોની પણ નિમણૂક કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની પરીક્ષામાં વાડી વિસ્તારની સ્કૂલમાં
આમંત્રણ પત્રિકાએ જૂથબંધી છતી કરી
નવી સ્કૂલના ભૂમિ પૂજનમાં કોર્પોરેશનના હોદ્દેદારોની ગેરહાજરી
વડોદરાના આજવા રોડ પર એકતા નગર ખાતે સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક સ્કૂલના નવા બિલ્ડિંગનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.જોકે તેમાં ડેપ્યુટી મેયરને બાદ કરતા કોર્પોરેશનના અન્ય કોઈ હોદ્દેદાર કે ધારાસભ્યો હાજર નહીં રહ્યા હોવાથી આ કાર્યક્રમ વિવાદમાં આવ્યો હતો અને તેને લઈને રાજકીય મોરચે પણ ગરમાવો જોવા મળ્યો હતો.મળતી વિગતો પ્રમાણે આ કાર્યક્રમ માટે જે નિમંત્રણ પત્રિકા છાપવામાં આવી હતી તેમાં સાંસદની સાથે શિક્ષણ સમિતિના હોદ્દેદારોના જ નામ હતા અને ધારાસભ્યો કે પાલિકાના હોદ્દેદારોના નામ નહોતા.આ બાબતની જાણ સમિતિના સત્તાધીશોને થતા તેમણે રાતોરાત ડિજિટલ નિમંત્રણ પત્રિકા તૈયાર કરાવીને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે કાર્યક્રમમાં ડેપ્યુટી મેયરને બાદ કરતા કોર્પોરેશનના બીજા કોઈ હોદ્દેદારો અને ધારાસભ્યો પણ હાજર રહ્યા નહોતા.સમિતિના સત્તાધીશોનું કહેવું હતું કે, પહેલી નિમંત્રણ પત્રિકા સ્કૂલ કક્ષાએ બનાવવામાં આવી હતી અને આ બાબત ધ્યાનમાં આવ્યા બાદ નવી પત્રિકા તૈયાર કરવામાં આવી હતી.સ્કૂલોમાં પરીક્ષાના કારણે ભૂમિ પૂજનનો કાર્યક્રમ પણ એકાએક નક્કી થયો હતો.