Get The App

બોર્ડ પરીક્ષા નજીક આવે છે તેમ તેમ વાંચેલુ ભૂલી જવાય છે

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
બોર્ડ પરીક્ષા નજીક આવે છે તેમ તેમ વાંચેલુ ભૂલી જવાય છે 1 - image

વડોદરાઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષા આડે હવે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે.વડોદરા શહેર અને જિલ્લામાંથી પરીક્ષા આપનારા ૭૦૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીની તૈયારીઓમાં વ્યસ્ત છે.૧૧ માર્ચથી બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થવાનો છે.

બીજી તરફ બોર્ડ સત્તાધીશો તેમજ વડોદરા ડીઈઓ કચેરી દ્વારા શરુ કરાયેલી હેલ્પ લાઈન પર વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારની મૂંઝવણો રજૂ કરી ચુકયા છે.હેલ્પ લાઈન પર કાર્યરત ૬  આચાર્યોને અત્યાર સુધીમાં ૨૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓના કોલ આવી ચુકયા છે.

જેમાં વિદ્યાર્થીઓ સૌથી વધારે સવાલ પૂછી રહ્યા છે કે, પરીક્ષા નજીક આવે છે તેમ તેમ આખા વર્ષ દરમિયાન વાંચેલુ  ભૂલી જવાય છે. હેલ્પ લાઈન સાથે સંકળાયેલા આચાર્યોના કહેવા પ્રમાણે કેટલાક વિદ્યાર્થીઓ પેપર સ્ટાઈલને લઈને મૂંઝવણ અનુભવતા હોય છે.જેને લઈને પણ સવાલો પૂછતા હોય છે.

કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં છેલ્લી ઘડીએ કઈ રીતે તૈયારી કરવી તેનુ પણ ફોન પર માર્ગદર્શન માંગી રહ્યા છે.તો કેટલાક વિદ્યાર્થીઓ સવાલ પૂછીને એવો ડર વ્યક્ત કરતા હોય છે કે, પરીક્ષામાં કોર્સ બહારના પ્રશ્નો તો નહીં પૂછવામાં આવે ને?

હેલ્પ લાઈન સાથે સંકળાયેલા આચાર્યોના કહેવા પ્રમાણે બોર્ડ પરીક્ષા પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓ ટેન્શન અને ગભરાટ અનુભવતા હોય છે.અમે તેમને શાંત મગજ રાખીને અને ગોખણપટ્ટી કર્યા વગર કન્સેપ્ટને સમજીને તૈયારી કરવા માટે કહીએ છે.સાથે સાથે જૂના પ્રશ્નપત્રો લખવાની પ્રેક્ટિસથી આત્મવિશ્વાસ વધી શકે છે અને સમયસર પેપર પૂરુ કરવામાં મદદ મળી શકે છે.



Google NewsGoogle News