રિમાન્ડ બાદ દીક્ષિત પટેલને મળસ્કેે ગોધરા લવાયા નીટની પરીક્ષા માટે ૧૦૦૦ કિ.મી. દૂરથી વિદ્યાર્થીઓ ગોધરા આવ્યા હતા..
પુરુષોત્તમ શર્મા અને તુષાર ભટ્ટની પરીક્ષા કેન્દ્ર પર ફરજ હોવાથી તેઓ પરીક્ષાર્થીઓન ચોરીમાં ે મદદ કરવાના હતાં
ગોધરા તા.૧ ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરીના દેશવ્યાપી ચકચારભર્યા કૌભાંડમાં રોજેરોજ નવી વિગતો પ્રકાશમાં આવી રહી છે. ગોધરાની જય જલારામ સ્કૂલમાં નીટ પરીક્ષામા ંચોરી માટે વ્યવસ્થા થઈ હોવાથી આ શૈક્ષણિક સંસ્થામાં પરીક્ષા આપવા માટે ઉમેદવારો ૧૦૦૦ કિલોમીટર દૂરથી આવ્યા હતાં.
પરીક્ષાં ચોરીના આ પ્રકરણમાં અગાઉ પોલીસ અને હાલ સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગોધરાની જય જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષામાં પાસ થવું સહેલું હોવાથી તેમજ ૧૦૦૦ કિ.મી. દૂર રહેતા ઉમેદવારો દ્વારા ગોધરા કેન્દ્રની પસંદગી કરવામાં આવે તેમ કહેવામાં આવતું હતું. ગોધરા પરીક્ષા માટે સેન્ટર પસંદ કરાયા બાદ મેનેજમેન્ટના સભ્યો જ પેપર લખવામાં મદદ કરે તેવું નક્કી કરાયું હતું તેમ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ગોધરાની જય જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષા આપવા માટે અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ વધારે આવતા હતાં. ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઓરિસ્સાના વિદ્યાર્થીઓએ કૌભાંડીઓ સાથે મિલીભગત કરીને પરીક્ષા આપી હોવાનું જાણવા મળ્યું હતું. પુરુષોત્તમ શર્મા અને તુષાર ભટ્ટની પરીક્ષા કેન્દ્ર પર ફરજ હોવાથી તેઓ બહારના રાજ્યના પસંદગી થયેલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ કરવા માટે મદદ કરવાના હતાં. આ કેસના કનેક્શન દેશવ્યાપી છે. પુરુષોત્તમની ગાડીમાંથી સાત લાખ રૃપિયા રોકડા પણ મળ્યા હતાં અને પોલીસ ફરિયાદ બાદ રૃા.૨.૩૦ કરોડના ચેક મળ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે સીબીઆઇ દ્વારા જય જલારામા સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની ધરપકડ બાદ સીબીઆઇ કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ ગઇકાલે મેળવ્યા હતાં. રિમાન્ડ બાદ સીબીઆઇની ટીમ દીક્ષિત પટેલને લઇને મધ્યરાત્રે ત્રણ વાગે પરત ગોધરા સર્કિટ હાઉસ આવી હતી અને બાદમાં દિક્ષિત પટેલને ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હતાં.