૧૨ સાયન્સમાં બીજી વખત નાપાસ થતા વિદ્યાર્થીએ ઘર છોડયું

મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશનના કેમેરામાં વિદ્યાર્થી દેખાતા પોલીસ મુંબઇ જવા રવાના

Updated: May 10th, 2024


Google NewsGoogle News
૧૨ સાયન્સમાં બીજી વખત નાપાસ થતા વિદ્યાર્થીએ ઘર છોડયું 1 - image

વડોદરા,ધો.૧૨ સાયન્સમાં નાપાસ થતા વિદ્યાર્થી ઘર છોડીને જતો રહ્યો હતો. વિદ્યાર્થીને શોધવા માટે મકરપુરા પોલીસે તપાસ હાથ ધરતા વિદ્યાર્થી મુંબઇ રેલવે સ્ટેશન પર હોવાની માહિતી મળતા  પોલીસની એક ટીમ તેને શોધવા મુંબઇ રવાના થઇ છે.

મકરપુરા રોડ સોના પાર્ક સોસાયટીમાં રહેતો ૧૯ વર્ષનો અમન ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો હતો. ગયા વર્ષે નાપાસ થયા પછી તેણે આ વર્ષે ફરીથી પરીક્ષા આપી હતી. ગઇકાલે પરિણામ જાહેર થયા પછી તે ફરીથી નાપાસ થતા  હતાશ થઇ ગયો હતો. ઘરેથી મોપેડ લઇને તે જતો રહ્યો હતો. પરિવારજનોએ શોધખોળ કર્યા પછી પણ તે મળી નહીં આવતા છેવટે મકરપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. મકરપુરા પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.એન. પરમારની સૂચના મુજબ, હે.કો. દિનેશભાઇએ તપાસ હાથ ધરતા મોપેડ રેલવે સ્ટેશન ખાતેથી મળી આવ્યું હતું. રેલવે સ્ટેશન પર ફિટ કરેલા કેમેરા ચેક કરતા વિદ્યાર્થી મુંબઇ જતી ટ્રેનમાં બેઠો હોવાનું જણાયું હતું. જેથી, મકરપુરા પોલીસે મુંબઇના રેલવે સ્ટેશનના કેમેરા ચેક કરતા તે મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર દેખાયો હતો. જેથી, મકરપુરા પોલીસની એક ટીમ તેને શોધવા માટે મુંબઇ જવા  રવાના થઇ છે.


Google NewsGoogle News