સાયન્સના વિદ્યાર્થીએ સત્તાધીશો અને પરીક્ષા વિભાગ સામે મોરચો માંડયો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં બીસીએનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ફેકલ્ટી સત્તાધીશો અને પરીક્ષા વિભાગ સામે મોરચો માંડયો છે
આમ તો ઘણા વિદ્યાર્થીઓને આ રીતે હેરાન થવુ પડતુ હોય છે પણ બીસીએના વિદ્યાર્થીએ સત્તાધીશોની સામે લડત આપવાન નક્કી કર્યુ છે.હિરેન પરમાર નામના વિદ્યાર્થીએ કહ્યુ હતુ કે, સેકેન્ડ સેમેસ્ટરમાં મારી પાંચ વિષયમાં એટીકેટી હતી.જાન્યુઆરીમાં એટીકેટીની પરીક્ષા આપવા માટે મેં ફોર્મ અને પરીક્ષા ફી ભરી હતી.આમ છતા મારી હોલ ટિકિટ જનરેટ થઈ નહોતી.જ્યારે પરીક્ષા લેવાઈ ત્યારે મારી કોઈ જગ્યાએ બેઠક વ્યવસ્થા જ નહોતી.પરીક્ષા ફીની રિસિપ્ટના આધારે મને પરીક્ષા આપવા દેવામાં આવી હતી.
વિદ્યાર્થી આગળ કહે છે કે, એટીકેટની પરીક્ષાના માર્ચ મહિનામાં જાહેર થયેલા પરિણામમાં મારી બાદબાકી થઈ ગઈ હતી.એ પછી મેં અરજી કરી ત્યારે છેક જૂન મહિનામાં મારુ પરિણામ જાહેર કરાયુ હતુ અને તેમાં હું ત્રણ વિષયમાં પાસ થયો હતો.આ દરમિયાન એટીકેટીની બીજી પરીક્ષા પણ લેવાઈ ગઈ હતી.જો મારુ પરિણામ સમયસર જાહેર થયુ હોય તો એટીકેટીની પરીક્ષા હું આપી શક્યો હોત અને બે વિષયમાં પાસ પણ થઈ શક્યો હતો.
હિરેન પરમારનુ કહેવુ છે કે, બે વિષય પાસ કરવાના બાકી હોવાથી હવે પાંચમા સેમેસ્ટરની પરીક્ષા આપી શકુ ંતેમ નથી.મારી માંગ છે કે, સત્તાધીશોની ભૂલથી મારે ડિટેન થવાનો વારો આવ્યો હોવાથી અને મારુ એક વર્ષ બગે તેમ હોવાથી મને પરીક્ષા આપવા દેવામાં આવે.