Get The App

ધો. ૯ ના વિદ્યાર્થીનો ગળા ફાંસો ખાઇને આપઘાત

આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ શરૃ કરી

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
ધો. ૯ ના વિદ્યાર્થીનો ગળા ફાંસો ખાઇને આપઘાત 1 - image

 વડોદરા,વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર રહેતા ૧૪ વર્ષના કિશોરે પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે કપુરાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, વાઘોડિયા  ડભોઇ રીંગ રોડ પર રહેતો ૧૪ વર્ષનો કિશોર ધો.૯ માં અભ્યાસ કરતો હતો.  ગઇકાલે તેના પિતા ધંધાના કામ માટે બોડેલી ગયા હતા. જ્યારે તેની માતા બ્યૂટિ  પાર્લર ચલાવતા હોય ત્યાં ગયા હતા.વિદ્યાર્થી ઘરે એકલો હતો.  સાંજે તેના પિતા ઘરે આવ્યા હતા. તેમણે ડોર બેલ સતત વગાડયો હતો.  પરંતુ, વિદ્યાર્થીએ દરવાજો ખોલ્યો નહતો. જેથી,  પિતાએ બાજુના મકાનની ગેલેરીમાંથી અંદર જઇને તપાસ કરતા તેમનો એકના એક પુત્રે ફાંસો ખાઇ લીધો હતો. એકના એક પુત્રના આપઘાતના  પગલે માતા - પિતા ભાંગી પડયા હતા. કપુરાઇ  પોલીસે સ્થળ પર જઇને તપાસ કરી હતી.પરંતુ, કોઇ ચિઠ્ઠી કે મોબાઇલમાં મેસેજ મળ્યો નહતો.


Google NewsGoogle News