તાવ, ઉલટી અને માથાના દુખાવાની સારવાર લેતા વિદ્યાર્થીનું મોત
તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા : મોતનું કારણ જાણવા માટે પી.એમ. કરાવ્યું
વડોદરા,ધો.૧૦ ના વિદ્યાર્થીને તાવ, ઉલટી થતા હોસ્પિટલમાં છેલ્લા છ દિવસથી દાખલ કરવામાં આવ્યો હતો. ગઇકાલે તેનું સારવાર દરમિયાન મોત થયું છે.
બાજવા ગામ વૃંદાવન સોસાયટીમાં રહેતો ૧૫ વર્ષના કિશોર ધો.૧૦ માં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીને છ દિવસ પહેલા માથામાં દુખાવો, તાવ અને ઉલટીની તકલીફ થતા સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન ગઇકાલે રાતે તેનું મોત થયું હતું. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે જવાહર નગર પોલીસે ં મોકલી આપ્યો છે. જવાહર નગર પોલીસ સ્ટેશનના હે.કો.રમેશભાઇ પરથીભાઇએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીને તકલીફ થતા તેને દાખલ કરવામાં આવ્યો હતો. તેના રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા. પરંતુ, તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. ગઇકાલે અચાનક તેનું મોત થયું હતું.