વડોદરામાં સયાજી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા કલકત્તામાં ડોક્ટરની હત્યાના વિરોધમાં અને ડોક્ટરોને સલામતી સુરક્ષા આપવાની માંગ સાથે હડતાળ
Vadodara Doctor Protest : કલકત્તાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની હત્યાના ગંભીર બનાવવામાં પશ્ચિમ બંગાળ સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી અને ડોક્ટરને ન્યાય મળવો જોઈએ સાથે સાથે વડોદરાની સયાજી હોસ્પિટલમાં પણ ડોક્ટરોની સલામતીના ભાગરૂપે સીસીટીવી કેમેરા તેમજ સિક્યુરિટી જવાનોને મહેનત કરવાની માંગણી સાથે આજે ડોક્ટરોએ આ ચોક્કસ મુદતની હડતાલનું એલાન આપ્યું હતું.
કલકત્તામાં ડોક્ટરની હત્યાના પગલે દેશભરમાં ડોક્ટરોમાં રોષ વ્યાપ્યો છે ડોક્ટરો હંમેશા જીવના જોખમે ઓપરેશનથી માંડીને દર્દીઓની સારવાર કરતા રહે છે અને સતત 24 કલાક કાર્યરત રહે છે. ત્યારે કલકત્તામાં ડોક્ટરની હત્યાના પગલે ઠેર ઠેર દેખાવો અને રેલી યોજી ડોક્ટરની હત્યામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવે તેની માંગણીની સાથે સાથે દેશભરની તમામ હોસ્પિટલોમાં ડોક્ટરોની સલામતી માટે યોગ્ય પગલા લેવાની માંગણી પણ ડોક્ટર એસોસિયેશનનો દ્વારા કરવામાં આવી રહી છે. કલકત્તામાં ડોક્ટરની હત્યાના પગલે આજે વડોદરા સયાજી હોસ્પિટલમાં ડોક્ટરોએ કેમ્પસમાં રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો અને હત્યા કરનારાઓને પશ્ચિમ બંગાળ સરકાર સજા કરે તેની માંગણી કરી રહ્યા હતા.
સયાજી હોસ્પિટલના ડોક્ટરોએ અચોક્કસ મુદતની હડતાલનું એલાન આપી સયાજી હોસ્પિટલમાં પણ ડોક્ટરો જીવના જોખમે દર્દીઓની સારવાર અને ઓપરેશનો કરી રહ્યા છે ત્યારે તેઓને પણ સિક્યુરિટી અને સલામતી મળવી જોઈએ તે માટેની માંગણી કરી હતી અને હોસ્પિટલોમાં દરેક વોર્ડમાં તેમજ ઓપરેશન થિયેટર પાસે સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ડોક્ટરોએ સયાજી હોસ્પિટલની તાત્કાલિક તેમજ આઇ.સી.યુ. સેવાઓ ચાલુ રાખી છે જ્યારે અન્ય સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે.