વડોદરામાં કેટલ એક્ટનો કડક અમલ : ચાર ઢોરવાડા તોડ્યા, 41 રખડતા ઢોર ઝડપી પાડ્યા
વડોદરા,તા.4 નવેમ્બર 2023,શનિવાર
કેટલ એક્ટના અમલના ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ શાખા ઢોર પાર્ટી અને પોલીસ ની સંયુક્ત કામગીરી થી આજે સમા વિસ્તારમાં આવેલા ચાર ઢોર વાડા તોડી પાડવામાં આવ્યા હતા અને 41 જેટલા રખડતા ઢોરને પકડી ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા.
હાઇકોર્ટે કરેલી લાલ આંખ બાદ રાજ્યના તમામ શહેર જિલ્લાની ઢોર પાર્ટી એક્શનમાં આવી ગઈ છે. અત્યાર સુધી ઢોર પાર્ટી સમગ્ર રાજ્યમાં નામ પૂરતા ઢોર પકડતી હતી પરંતુ હવે આ આંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સમા ચાર રસ્તા ચાણક્યપુરી થી રાંદલ નગર તરફ જવાના રસ્તે ગેરકાયદે બનાવવામાં આવેલા ચાર ઢોરવાડા તોડી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારમાં રખડતી 41 ગાય પશુ ઢોર પાર્ટી દ્વારા પકડીને પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે જ્યારે 121 ઢોર- ગાયને ટેગિંગ કરવામાં આવ્યું છે. જોકે પાલિકા તંત્રની આ કામગીરીમાં છેલ્લા બે દિવસથી પૂરતો પોલીસ બંદોબસ્ત મળી રહે છે પરંતુ આ અગાઉ નિયત માંગેલા બંદોબસ્ત કરતા પોલીસ કર્મીઓ ઓછા મળતા હતા. જેથી રખડતા ઢોર ગાય પકડવા બાબતે કેટલીય જગ્યાએ ઘર્ષણ પણ થતું હતું પરિણામે પાલિકા તંત્રની કામગીરી ઉપર અસર પડતી હતી.
ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં જુદા જુદા શહેરોમાં તથા વડોદરામાં રખડતા ઢોર પશુ ગાયના કારણે અનેક લોકોને પશુએ શિંગણે ચડાવ્યા છે અને કેટલાક નિર્દોષને જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. ઉપરાંત વાહન ચાલકોને પણ રખડતા ઢોરના કારણે સતત અકસ્માતનો ભય રહેતો હોય છે ત્યારે હાઇકોર્ટે રખડતા ઢોર પશુ ગાય બાબતે લાલ આંખ કરી હતી. પરિણામે ઢોર પકડવા બાબતે વડોદરામાં દિવસભર જુદી જુદી 10 ટીમો કાર્યરત રહે છે જે અગાઉ ચારથી પાંચ જેટલી ટીમો કાર્યરત રહેતી હતી. દરમિયાન સમા વિસ્તારના ચાણક્યપુરી ચાર રસ્તા થી રાંદલ નગર તરફ જવાના રસ્તે બનાવેલા ગેરકાયદે ચાર ઢોરવાડા પાલિકા તંત્ર દ્વારા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત જુદા જુદા વિસ્તારમાંથી પોલીસ ટીમ સાથે રહેતા રખડતા 41 પશુ ઢોર ગાય ઢોર પાર્ટી દ્વારા પકડી પકડીને પાંજરાપોળમાં મુકાયા હતા. રીતે કુલ 121 પશુ ગાયને ટેગીંગ પણ કરવામાં આવ્યું હતું.