વડોદરામાં લઘુમતિકોમના બે જૂથ વચ્ચે અથડામણ, પથ્થરમારો : 8 સામે ફરિયાદ
વડોદરા,તા.26 ડિસેમ્બર 2023,મંગળવાર
છાણી વિસ્તારમાં ઇંટોની લેવડ દેવડના હિસાબ મુદ્દે લઘુમતી કોમના બે પક્ષો વચ્ચે જુથઅથડામણ થઇ હતી. બંને પક્ષના માણસોએ એકબીજા પર હથિયારો વડે હુમલો કર્યા બાદ પથ્થરમારો કર્યો હતો. જેમાં ફતેંગજ પોલીસે 8 લોકો સામે ગુનો દાખલ કરીને આગળી કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં ભરાતા શાકમાર્કેટ પાસે સોમવારે મોડી રાતના બે લઘુમતિ કોમના ઇટોની લેવડ દેવડના હિસાબ મુદ્દે સામસામે આવી જતા જૂથ અથડામણ થઇ હતી. જેમાં બંને જૂથના ટાળાના માણસો હોકી, ફટકા, તિક્ષ્ણ હથિયારો સાથે નીકલી જાહેરમાં પથ્થરમારો કર્યો હતો. જેમાં તેઓએ સામસામે એકબીજા પર હુમલો કર્યો હતો. જેમાં કેટલાક ઇજા પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખેસડાયા હતા. જોકે ઘટનાની જાણ ફતેગંજ પોલીસને થતા તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળ્યા મુજબ બંને કોમના પૈકી માહિનખાન અસ્ફાકખાન પઠાણ તથા કાસીમખાન પઠાણ સામસામે પોલીસ ફરિયાદ નોધાવી હતી. જેથી પોલીસે બંને જૂથ્થો પૈકીના 8 લોકો મોહિનખાન, ફહીમખાન, સમીરખાન જાવેદખાન,કાસીમખાન, કલીમખાન, ફિદાહુસેન તથા રિઝવાન સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.