વડોદરામાં પાદરા તાલુકાના વિશ્રામપુરા ગામે લક્ઝરી બસ પર પથ્થર વડે હુમલો કરતાં બેને ઇજા

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
વડોદરામાં પાદરા તાલુકાના વિશ્રામપુરા ગામે લક્ઝરી બસ પર પથ્થર વડે હુમલો કરતાં બેને ઇજા 1 - image

image : Freepik

વડોદરા,તા.02 નવેમ્બર 2023,ગુરૂવાર

વડોદરા જિલ્લા પાદરા તાલુકાના વિશ્રામપુરા ગામે લક્ઝરી બસ પર પથ્થર વડે હુમલો કરતાં ડ્રાઇવર સહિત બેને ઇજા પહોંચી હતી.‌ કરખડીની કંપનીના સેકન્ડ શિફ્ટમાંથી છૂટેલા કર્મચારીઓને વડોદરા મૂકવા બસ જતી હતી. ત્યારે અજાણ્યા ઈસમે પથ્થરો માર્યા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના જુના બારિયા ગામના ટાવર ફળિયામાં રહેતા 30 વર્ષીય ડ્રાઇવર વસંતકુમાર વરીયાએ વડુ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે 31 તારીખે રાત્રે 9:45 વાગે તેઓ વિશ્રામપુરા બસ સ્ટેન્ડ પાસેથી પોતાની લક્ઝરી બસ લઈને પસાર થતા હતા. આ બસમાં કરખડી કેનાલ રોડ પર આવેલી અમી લાઈફ કંપનીના વડોદરા રહેતા કર્મચારીઓ બેસેલા હતા. દરમિયાન બસમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ છૂટા પથ્થર મારતા વસંત ઉપરાંત શશીધર વલોરી રહે.વડસરને ઈજા પહોંચી હતી. તેમજ બસનો કાચ તૂટી જતા નુકસાન થયું હતું.

વડુ પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News