Get The App

ટ્રકમાંથી ડીઝલ સ્પેરવ્હીલ સહિતની વસ્તુઓ ચોરી ડ્રાઇવર ફરાર

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
ટ્રકમાંથી ડીઝલ સ્પેરવ્હીલ સહિતની વસ્તુઓ ચોરી ડ્રાઇવર ફરાર 1 - image


Image: Freepik

અમદાવાદની ફર્સ્ટ શિવમ ટ્રાન્સપોર્ટ  પ્રાઇવેટ લિમિટેડ નામની ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો સૌરભ સત્યપ્રકાશ શર્મા (રહે. બ્લોક કોલોની કેસન રોડ જિલ્લો અલીગઢ ઉત્તર પ્રદેશ) ટ્રકમાં સ્કૂટરનો જથ્થો ભરીને રત્નાગીરી ડિલિવરી કરવા ગયો હતો. જોકે લાંબા સમય સુધી તે રત્નાગીરી પહોંચ્યો ન હતો દરમ્યાન ટ્રાન્સપોર્ટ કંપનીની હેડ ઓફિસ પરથી ગોડાઉનના મેનેજર વિકાસ યાદવ પર ફોન આવ્યો હતો કે ટ્રક વરણામા હાઇવે પર ખાલસા હોટલના કમ્પાઉન્ડમાં ઘણા સમયથી પડેલી છે તમે ત્યાં જઈને તપાસ કરો જેથી વિકાસ યાદવ અમદાવાદથી નીકળી ખાલસા હોટલ આવેલ ત્યારે હોટલના કમ્પાઉન્ડમાં ટ્રક પડી હતી જ્યારે ડ્રાઇવર ગાયબ હતો ટ્રકમાંથી 250 લીટર ડીઝલ સ્પેરવીલ લોખંડની રીંગ અને લોખંડનો જેક ચોરી થયો હોવાનું જણાયું હતું આ અંગે ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News