Get The App

'મા' કાર્ડ યોજનામાં ગેરરીતિ મામલે સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલને Rs.28.40 લાખનો દંડ

સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે દરોડા દરમિયાન ગેરરીતિ ઝડપી પાડ્યા બાદ આરોગ્ય વિભાગના અધિક સચિવનો હુકમ

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
'મા' કાર્ડ યોજનામાં ગેરરીતિ મામલે સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલને Rs.28.40 લાખનો દંડ 1 - image


વડોદરા : હોસ્પિટલોમાં દર્દીઓ સાથે થતી છેતરપિંડી હવે સામાન્ય ઘટના બની ગઇ છે. વડોદરાની સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલે તો સરકાર સાથે જ છેતરપિંડી કરી હોવાની વિગતો બહાર આવી છે. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે ગત તા.૪ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યુ હતું અને 'મા' કાર્ડ અંતર્ગત હોસ્પિટલ દ્વારા કરાતા ક્લેમની તમામ વિગતોની તપાસ કરતા જાણવા મળ્યુ કે કેન્સરના ૩ દર્દીઓના ઓપરેશન અહી કરવામાં આવ્યા નહી હોવા છતાં હોસ્પિટલે તેના ચાર્જ તરીકે પૈસા વસુલ કર્યા હતા.

ઓપરેશન કર્યા વગર જ ત્રણ દર્દીઓના કાર્ડમાંથી પૈસા ક્લેમ કરી લીધા અને દર્દીઓએ અન્ય હોસ્પિટલમાં ઓપરેશન કરવાની ફરજ પડી હતી. દર્દીઓને પણ પૈસા પરત આપવા પડશે


આ તપાસ બાદ આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ- ગાંધીનગરના અધિક નિયામક ડો.કે.એચ.મિશ્રાએ ૪ નવેમ્બર ૨૦૨૩ના રોજ સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલ વડોદરાના ડાયરેક્ટરને નોટિસ ફટકારી છે. નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક મહિલા અને બે પુરૃષ મળીને ૩ કેન્સર દર્દીઓ કે જે મા કાર્ડના લાભાર્થી છે તેમને યોજના અંતર્ગત સારવાર આપવામાં ન આવતા તેઓને રોકડેથી અથવા બીજી હોસ્પિટલમા રિફર કરીને સ્ટર્લિંગ હોસ્પિટલે સારવાર અર્થે પૈસા વસુલ કર્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે પોલીસી ૭ અને ૮ અંતર્ગત કોઇ પણ ઓપરેશન સ્ટર્લિંગ હોસ્પિટલમાં થયેલ નથી ફક્ત રેડિએશન અને કિમોથેરાપી જ  સ્ટર્લિંગમાં આપવામાં આવી છે.

માટે આ ૩ દર્દીઓ પૈકી મહિલા દર્દીને ૨.૫૦ લાખ,પુરૃષ દર્દીને ૧.૮૦ લાખ અને બીજા પુરૃષ દર્દીને ૧.૩૮ લાખ હોસ્પિટલે પરત આપવા. ઉપરાંત આ ત્રણ દર્દીઓને પરત આપવાની રકમની પાંચ ગણી પેનલ્ટી રૃ.૨૮.૪૦ લાખ સરકારમાં જમા કરાવવાની રહેશે. હોસ્પિટલને મા કાર્ડ માટે ૩ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. ૩ મહિના પછી ટીમ દ્વારા હોસ્પિટલની પુનઃ મુલાકાત લેવામાં આવશે અને ઘટનાનું પુનરાવર્તન થશે તો હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવશે.


Google NewsGoogle News