બળદથી ચાલતી ટ્રેન, ૧૯૩૬નું રોડ રોલર, ૧૮૮૨ની હાથથી ચાલતી ક્રેન, પિતળની ટિકીટ બારી

પ્રતાપનગર અને ડભોઇ ખાતે 'સ્ટેશન મહોત્સવ'માં ગાયકવાડી સમયની રેલવેનો રસપ્રદ ઇતિહાસ પ્રદર્શનમાં મુકાયો

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
બળદથી ચાલતી ટ્રેન, ૧૯૩૬નું રોડ રોલર, ૧૮૮૨ની હાથથી ચાલતી ક્રેન, પિતળની ટિકીટ બારી 1 - image


વડોદરા : પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા પ્રતાપનગર અને ડભોઈ સ્ટેશન પર 'સ્ટેશન મહોત્સવ' નો પ્રારંભ થયો છે. બન્ને સ્ટેશનો ઉપર ગાયકવાડી સમયમાં શરૃ થયેલી રેલવે લાઇન અને તે સમયના ઉપકરણો પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે જેને જોઇને આજની પેઢીના યુવાનો અને બાળકોને રસપ્રદ માહિતી મળી રહી છે.

મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતિયની દૂરંદેશી અને ઝડપી નિર્ણયોને કારણે વડોદરા સ્ટેટમાં નેરોગેજ લાઇનની સ્થાપના શક્ય બની હતી. જેમાં વડોદરા સ્ટેશન સાથે પ્રતાપનગર સ્ટેશનનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત ડભોઇ સ્ટેશન પણ ખરૃ. ડિઝીટલ અને ઓડિયો વિઝ્યુલ સ્વરૃપે તથા ચિત્ર સ્વરૃપે વડોદરા સ્ટેટનો રેલવે ઇતિહાસ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. જેમાં બળદ દ્વારા ખેચવામાં આવતી નેરોગેજ ટ્રેનોનો ઇતિહાસ, જૂના સમયની ટિકિટ ડેટિંગ મશીન, રેલવેની કચેરીઓમાં રોકડની હેરફેર માટે તે સમયે વપરારી ચામડાની થેલીઓ, ટ્રેનને સિગ્નલ આપવા વપરાતા દીવાઓ (લેમ્પ), ગાયકવાડ બરોડા સ્ટેટ રેલ્વેનો નાના કદનો મેટલ બેલ અને લોગો. પ્રાચીન તાળાઓ અને સીલ જે ૧૫૦ વર્ષ જૂના છે. જંબુસર-પ્રતાપનગર રેલ્વે વિભાગ પર ટ્રેનની ટિકિટ, પિતળની ટિકીટ બારી.

પ્રતાપનગર સ્ટેશનની સામે રેલ્વે હેરિટેજ પાર્ક, રોલિંગ સ્ટોક પાર્ક અને રેલ્વે હેરિટેજ મ્યુઝિયમ જ્યાં ૧૯૩૬નું રોડ રોલર, ૧૮૮૨ની હાથથી ચાલતી ક્રેન, નેરોગેજ અને બ્રોડગેજ ક્રોસિંગ ડાયમંડ ક્રોસિંગ, ટનગ એન્જિન અને કોચ માટે ટર્ન ટેબલ, નેરોગેજ ટ્રેનોના મોડલ. આકર્ષક વ્હીલ, હેન્ડ ઓપરેટેડ જનરેટર, ભારતીય રેલવેનો લોગો, ચાલતી ટ્રેન માટે બ્લોક મશીન, જૂની દિવાલ ઘડિયાળ વગેરે અનેક હેરિટેજ ચીજ વસ્તુઓ પ્રદર્શનમાં મુકવામાં આવી છે.


Google NewsGoogle News