નારાયણ વિદ્યાલયના ટ્રસ્ટી અને ભાજપ કોર્પોરેટરના પિતા સહિત ચાર સંચાલકોના નિવેદન લેવાયા

દક્ષેશ શાહની માલિકીની બિલ્ડિંગમાં આજવા રોડ પર પણ એક સ્કૂલ ચાલે છે

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News

 નારાયણ વિદ્યાલયના ટ્રસ્ટી અને    ભાજપ કોર્પોરેટરના પિતા સહિત ચાર સંચાલકોના નિવેદન લેવાયા 1 - imageડોદરા,નારાયણ સ્કૂલની દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં કપુરાઇ પોલીસે આજે  ટ્રસ્ટીઓને નિવેદન માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. જે  પૈકી ચાર ટ્રસ્ટીઓ આવતા તેઓના નિવેદન લીધા હતા.

શુક્રવારે બપોરે વાઘોડિયા ડભોઇ રીંગ રોડ ગુરૃકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલયમાં ક્લાસ રૃમમાં દીવાલ ધરાશાયી થવાની ઘટનાના  પગલે તંત્ર દોડતું થઇ ગયું છે.દરમિયાન પોલીસે શ્રી સારશ્વત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નારાયણ વિદ્યાલયના ટ્રસ્ટીઓના નિવેદન પણ આ કામે લેવા જરૃરી  હોવાથી તેઓને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. ૭ ટ્રસ્ટીઓ પૈકી ચાર ટ્રસ્ટી આજે નિવેદન માટે કપુરાઇ પોલીસ સ્ટેશન આવ્યા હતા. જેમાં ભાજપના વોર્ડ - ૫ ના કોર્પોરેટર નૈતિક શાહના બિલ્ડર પિતા દક્ષેશ શાહનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત આર.સી.પટેલ, મુકુંદ પટેલ તથા સી.એમ.શાહનો સમાવેશ થાય છે. જ્યારે હજી અન્ય ત્રણ ટ્રસ્ટીઓના નિવેદન હજી બાકી છે. ઉલ્લેખનીય છે કે, સાત ટ્રસ્ટીઓ પૈકી કેટલા ટ્રસ્ટીઓ અન્ય સ્કૂલોમાં સક્રિય છે ? અને તે સ્કૂલોની હાલત કેવી છે ? તે અંગે પણ તપાસ થવી જરૃરી છે. દક્ષેશ શાહની માલિકીની એક  બિલ્ડિંગમાં આજવા રોડ પર પણ એક સ્કૂલ ચાલતી હોવાની વિગતો જાણવા મળી છે. તે સ્કૂલની બિલ્ડિંગ પણ જૂની છે. તે શાળામાં ફાયર સેફ્ટીના મુદ્દે  અગાઉ કાર્યવાહી કરવામાં આવી હતી.


Google NewsGoogle News