નીટ પરીક્ષા ચોરી કૌભાંડમાં ૬૫ સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા
પાંચ સભ્યોની ટીમ તપાસ કાર્યવાહી પૂર્ણ કરીને અમદાવાદ રવાના થઈ
ગોધરા, પરીક્ષામાં ચોરી કરાવવાના પ્રકરણમાં તપાસ અર્થે ગોધરા આવેલી સીબીઆઈની ટીમ વિવિધ પાસાઓ તપાસી આજે બપોર બાદ અમદાવાદ જવા રવાના થઈ હતી. સીબીઆઈના પાંચ સભ્યોની ટીમ દ્વારા વાલીઓના નિવેદન લેવા સહિતની કામગીરી પાંચદિવસ દરમિયાન કરવાાં આવી હતી.
ગોધરા સ્થિત જય જલારામ શાળાના નીટ પરીક્ષા કેન્દ્રમાં ચોરી કરાવવાના પ્રકરણનો પર્દાફાશ થયો હતો. સ્થાનિક પોલીસે તપાસ કર્યા બાદ તપાસ સીબીઆઈને સોંપવામાં આવ હતી. જેણે આ મામલે તપાસ હાથ ધરીને અમદાવાદ સીબીઆઈ કોર્ટમાં કેસ ટ્રાન્સફર કર્યો હતો.
આ મામલે વધુ તપાસ માટે પાંચ અધિકારીઓની ટીમ પુનઃ ગોધરા ખાતે આવી હતી.ગોધરા સર્કિટ હાઉસ ખાત આ ટીમ દ્વારા સમગ્ર કેસમાં વિવિધ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પરીક્ષાર્થીઓ તેમજ તેઓના વાલીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
સીબીઆઈ દ્વારા ૧૧૩ સાક્ષીઓ પૈકી જિલ્લા શિક્ષણ અધિકારી સહિત ૬૫ સાક્ષીઓના અત્યાર સુધીમાં નિવેદન લીધા છે પકડાયેલા ૫ આરોપીની ભૂમિકાના મજબૂત પુરાવા ભેગા કર્યા છે, અને નિવેદનો પણ લેવાયા છે. સીબીઆઈએ તાજેતરમાં જ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ હવે અમદાવાદ સીબીઆઈ સ્પેશિયલ કોર્ટમાં તા.૧૭ સપ્ટેમ્બરે સુનાવણી હાથ ઔધરનાર છે.