વડોદરા નજીક ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો : 1.69 લાખના દારૂ સહિત 4.81 લાખનો મુદ્દામાલ કબજે
image : Freepik
State Monitoring Cell Raid in Vadodara : વડોદરા શહેર નજીકના આસોજ ગામે ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરની ટીમે રેડ પડી દારૂ વેચનાર તથા બે ગ્રાહકોને ઝડપી પાડ્યા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત ચારને વોન્ટેડ જાહેર કર્યા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને માહિતી મળી હતી કે વડોદરા ગ્રામ્યમાં આવેલા આસોજ ગામમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આસોજ ગામે જઈ રેડ પાડતા દારૂ વેચતો ઘનશ્યામ મોહનભાઈ પાટણવાડીયા રહેવાસી આસોજ તથા દારૂ લેવા આવેલા બે ગ્રાહકો કૃણાલ નિલેશભાઈ પાટણવાડીયા (રહેવાસી આસોજ) તથા અશ્વિન બાબરભાઈ પરમાર (રહેવાસી છાણી જકાતનાકા)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂની 1,231 બોટલ કિંમત રૂપિયા રૂ.1.69 લાખ તથા રોકડા, મોબાઈલ અને એક વ્હીકલ મળીને કુલ 4.81 લાખ કબજે કર્યો છે.
જ્યારે દારૂનો અડ્ડો ચલાવતા મુખ્ય સૂત્રધાર પ્રવીણ રાવજીભાઈ ઠાકોર તથા દારૂની હેરાફેરી કરનાર રમેશ પાટણવાડીયા તથા દારૂનો સપ્લાય કરનાર મુન્નો જયસ્વાલ અને સાગર જયસ્વાલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.