સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હવે શનિવાર અને રવિવારે SRPનુ પોલીસ બેન્ડ પ્રવાસીઓનું નિ:શુલ્ક મનોરંજન કરશે

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હવે શનિવાર અને રવિવારે SRPનુ પોલીસ બેન્ડ પ્રવાસીઓનું નિ:શુલ્ક મનોરંજન કરશે 1 - image

વડોદરા,તા.3 ઓક્ટોબર 2023,મંગળવાર

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ શનિવાર અને રવિવારે સાંજના સમયે, એસઆરપી પોલીસ બેન્ડની પ્રસ્તુતિનો આનંદ હવે માણી શકશે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતાનગર અધિક કલેકટર ગોપાલ બામણીયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર આજે વૈશ્વિક પ્રવાસન સ્થળ બન્યું છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં હવે નિયમિતપણે એસઆરપી પોલીસ બેન્ડ વગાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.7/10/2023થી દર શનિવારે સાંજે 6 થી 7 દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં તેમજ રવિવારે આ જ સમયગાળામાં ચિલડ્રન ન્યુટ્રીશન પાર્કની બાજુમાં એકતા ફુડ કોર્ટ પાસે પોલીસ બેન્ડની પ્રસ્તુતિ થશે. 

પોલીસની એસઆરપી યુનિટના જવાનો વિવિધ પ્રસ્તુતિ દ્વારા પ્રવાસીઓનું મનોરંજન કરશે. એસઆરપી પોલીસ બેન્ડના આ આકર્ષણનુ સંકલન એસઆરપી જૂથ 18,એકતાનગરના, નર્મદા બટાલિયનના સેનાપતિ એન્ડ્રુઝ મેકવાન કરશે.


Google NewsGoogle News