નડિયાદનો SRP ંજવાન સહિત બે શખ્સો દારૃની હેરાફેરીમાં ઝડપાયા

દારૃનો જથ્થો, બે મોબાઇલ સહિત રૃા.૪.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
નડિયાદનો SRP ંજવાન સહિત બે શખ્સો દારૃની હેરાફેરીમાં ઝડપાયા 1 - image

નસવાડી તા.૨૩ નસવાડીમાં એક એસઆરપી જવાન સહિત બે શખ્સોને પોલીસે દારૃ ભરેલી ફોર વ્હિલ ગાડી સાથે ઝડપી પાડી કુલ રૃા.૪૧૭૪૩૪નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે નસવાડી પોલીસને બાતમીના મળી હતી કે કવાંટ તરફથી દારૃનો જથ્થો ભરીને એક કાર નસવાડી તરફ આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે નસવાડી સ્ટેટ બેન્ક પાસે વળાંક પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ફોર વ્હિલ ગાડી આવતાં તેને રોકી ચેકિંગ હાથ ધરતા અંદર બે ઈસમો બેઠેલા જણાયા હતાં.

પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી ગાડી ચેક કરતા રૃા.૧.૦૫ લાખ કિંમતનો દારૃ મળ્યો હતો. ગાડીમાં બેસેલા બંને શખ્સો પાસેથી મોબાઇલ, ગાડી અને દારૃનો જથ્થો મળી કુલ રૃા.૪.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા બંને શખ્સોના નામ પૂછતાં એક નડિયાદનો એસઆરપી કોન્સ્ટેબલ મહિપાલસિંહ માધુભા જાડેજા(રહે.ભાવનગર, શાંતિનગર સોસાયટી, પ્રેસ કોટર) અને બીજો દિપકસિંહ મિતેન્દ્રસિંહ સોલંકી(રહે.શિહાદ્રા, ઠાકોર ફળિયું, તા. સંખેડા) જાણવા મળ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News