રક્ષાબંધનમાં ભાઈને વિદેશ રાખડી મોકલવા પોસ્ટ વિભાગ દ્વારા અલગ વ્યવસ્થા : ખાસ કવરનો ઉપયોગ

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
રક્ષાબંધનમાં ભાઈને વિદેશ રાખડી મોકલવા પોસ્ટ વિભાગ દ્વારા અલગ વ્યવસ્થા :  ખાસ કવરનો ઉપયોગ 1 - image


Vadodara Post Office : વિદેશમાં વસવાટ કરતા ભાઈને નિયત સમયે અચૂક રાખડી મળી જાય એ માટે પોસ્ટ ઓફિસોમાં અગાઉના વર્ષોમાં પોસ્ટ ઓફિસની બહાર મંડપ લગાડવામાં આવતા હતા અને ત્યાં પોસ્ટ લેવા માટે પાંચ થી છ કાઉન્ટર રાખવામાં આવતા હતા. પરંતુ હવે એ દિવસો પૂરા થઈ ગયા છે ત્યારે હવે રાખડી મોકલવા માટે પોસ્ટ વિભાગ કાર્યરત છે અને વિદેશ રાખડી મોકલવા માટે પોસ્ટ ઓફિસની અંદર જ અલગ વ્યવસ્થા કરી છે જ્યાં ભીડ જામે છે.

ઉલ્લેખનીય છે કે, ભાઈના રક્ષણ અને સ્વાસ્થ્ય માટે સુતરના તાંતણે પ્રાર્થના કરતી બહેન પવિત્ર રક્ષાબંધનની નિરંતર ચાતક નજરે રાહ જુએ છે. આ પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પરદેશમાં વસવાટ કરતા ભાઈને નિયત સમયે નિશ્ચિંત રૂપે રાખડી મળી જાય એ માટે પોસ્ટ ઓફિસ તંત્ર દ્વારા વિશેષ કવર સાથે સુવિધા આપવામાં આવી રહી છે. આ માટે પોસ્ટ ઓફિસોમાં રાખડીઓ મોકલવા માટે કાઉન્ટર પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પૂનમે આગામી તા.19મી ઓગસ્ટ, સોમવારે આવશે. વિદેશમાં વસવાટ કરતા ભાઈને નિયત સમયે રાખડી મળી જાય એ માટે તેની બહેન સતત ચિંતિત હોય છે. પરંતુ વિદેશમાં મોકલવામાં આવતી રાખડી કે કોઈપણ ચીજ વસ્તુ મોકલતા તેને મળવામાં ઓછામાં ઓછા 15 દિવસ લાગતા હોય છે. પોસ્ટ ઓફિસ દ્વારા નિશ્ચિત પણે વિદેશમાં રાખડી કે કોઈપણ ચીજ વસ્તુ અચૂક મળી જાય તેવી ખાતરી અપાય છે.  બહારગામ રહેતા ભાઈ માટે રક્ષાબંધન નિમિત્તે પોસ્ટ વિભાગ દ્વારા ભાઈને બહેન રાખડી મોકલવા માટે ખાસ રક્ષાબંધન કવર બનાવાયા છે. ઓછામાં ઓછા રૂપિયા પાંચની કિંમતના આ કવરની ભારે માંગ રહી છે. પોસ્ટ ઓફિસ દ્વારા ઓછા વજનવાળી રાખડી મોકલવામાં આવે તો રક્ષાબંધનનું ખાસ કવર પોસ્ટ ઓફિસ માંથી આપવામાં આવે છે. આમ ભાઈ-બહેનના આ પવિત્ર તહેવારમાં પોસ્ટ ઓફિસ તંત્ર આડકતરી રીતે શુભેચ્છા દર્શાવે છે.


Google NewsGoogle News