સીલ કરેલ એકમો ખોલવા મામલે સ્પેશ્યલ સેલની રચના : સીલ કરેલી મિલકતોના સંચાલકોને વડોદરા કોર્પોરેશન દ્વારા માર્ગદર્શન અપાયું

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
સીલ કરેલ એકમો ખોલવા મામલે સ્પેશ્યલ સેલની રચના : સીલ કરેલી મિલકતોના સંચાલકોને વડોદરા કોર્પોરેશન દ્વારા માર્ગદર્શન અપાયું 1 - image


Vadodara Corporation Fire Safety : રાજકોટ દુર્ઘટના બાદ ગત તારીખ 28 તારીખથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી અને બીયું સર્ટિફિકેટ ન હોવાથી સીલીંગની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ સીલીંગ ખોલવા અને નાગરિકોને યોગ્ય માહિતી મળી રહે તે માટે વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિ ટાઉન પ્લાનિંગ ઓફિસર જીતેશ ત્રિવેદી અને ફાયર બ્રિગેડ વિભાગના અધિકારી દ્વારા સ્પેશિયલ સેલની રચના કરી પાલિકા ખાતે વિવિધ કોમ્પ્લેક્સ અને સંસ્થાઓના પ્રતિનિધિ સાથે બેઠક કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. સીલીંગ ખોલવા અને નાગરિકોને યોગ્ય માહિતી મળી રહે તે માટે પાલિકા દ્વારા સ્પેશિયલ સેલની રચના કરી પાલિકા ખાતે વિવિધ કોમ્પ્લેક્સ અને સંસ્થાઓના પ્રતિનિધિ સાથે બેઠક કરી હતી.

સીલ કરેલ કોમ્પલેક્ષો એકમો તરફથી સીલ ખોલાવવા માટે વારંવાર અપીલ પાલિકામાં કરવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગર પાલિકા દ્વારા આ સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી છે. જેમાં ટીડીઓ અને ફાયરના અધિકારીઓ કામ કરશે. 25 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ આ સેલમાં કામ કરશે. આજે પાલિકામાં સીલ થયેલ ઇમારતોના માલિકો અને અન્ય સંસ્થાના પ્રતિનિધિઓને બોલાવી એક બેઠક કરી તેઓને સમજણ આપવામાં આવી હતી. જેમાં પાલિકા તરફથી સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેમાં જરૂરી વિગતો અને બાહેધરી પત્રો સાથે જરૂરી પુરાવાઓ આપી નાગરિકો સીલ થયેલ બાંધકામ ખોલાવી શકશે. જરૂરી ડોક્યુમેન્ટ અને આધાર પુરાવા સાથે પાલિકામાં અરજી કરવાની રહેશે. જે બાદ આધાર પુરાવા ચેક કર્યા બાદ પાલિકા સીલ ખોલવું કે કેમ તેનો નિર્ણય લેશે. જેથી જે પણ બાંધકામ સંસ્થા સીલ ખોલાવવા માંગતી હોય તેવો તાત્કાલિક અરજી કરે, ત્યારબાદ જરૂરી પુરાવા ચેક કરીને પાલિકા તાત્કાલિક સીલ ખોલવાની કાર્યવાહી હાથ ધરશે. આજની આ બેઠકમાં અલગ અલગ કોમ્પલેસના અને સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેમને ટાઉન પ્લાનિંગ વિભાગ અને ટાઉન વિભાગ દ્વારા જરૂરી સમજણ આપવામાં આવી હતી.


Google NewsGoogle News