Get The App

જ્ઞાન પૂજામાં બેઠેલી વૃદ્ધ માતાને પુત્રએ ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
જ્ઞાન પૂજામાં બેઠેલી વૃદ્ધ માતાને પુત્રએ ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી 1 - image

વડોદરા,તા.22 નવેમ્બર 2023,બુધવાર

વડોદરાના વીઆઈપી રોડ વિસ્તારમાં આવેલા જૈન મંદિરમાં એક પુત્રએ વૃદ્ધ માતા સાથે અભદ્ર વ્યવહાર કરી ધાકધમકી આપતા માતાએ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કારેલીબાગની વીર નગર સોસાયટીમાં રહેતા 80 વર્ષ સૂર્યાબેન શાહે પોલીસને કહ્યું છે કે, નજીકમાં આવેલા જૈન મંદિરમાં જ્ઞાન પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ભોજન મંડળ મળવાનું હોવાથી હું ત્યાં ગઈ હતી.

આ વખતે કારેલીબાગની સિદ્ધાર્થ નગર સોસાયટીમાં રહેતો મોટો પુત્ર રોહિત ધસી આવ્યો હતો અને તું ચોર છે,મારો બધો સામાન તે ચોરી લીધો છે, તને મંદિરમાં મોઢું બતાવવા લાયક રાખીશ નહીં... તેમ કહી ટાંટિયા તોડવાની ધમકી આપી હતી.

આ વખતે મહિલાનો બીજો પુત્ર જીગ્નેશ શાહ આવી જતા રોહિત ત્યાંથી ચાલ્યો ગયો હતો. હરણી પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News