વડોદરામાં જમાઈએ વૃદ્ધ સાસુના મોઢા પર પથ્થરને પ્લાસ્ટિકમાં લપેટી ડુચો માર્યા બાદ માર માર્યો

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
વડોદરામાં જમાઈએ વૃદ્ધ સાસુના મોઢા પર પથ્થરને પ્લાસ્ટિકમાં લપેટી ડુચો માર્યા બાદ માર માર્યો 1 - image

વડોદરા,તા.28 માર્ચ 2024,ગુરૂવાર

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં એપાર્ટમેન્ટના મકાનમાં વૃદ્ધ મહિલા એકલી હતી તે દરમિયાન જમાઇ અમદાવાદથી તેમના ઘરે આવ્યો હતો. જેથી વૃદ્ધ મહિલા પાણી લેવા જતા જમાઇએ ઘરને દરવાજો બંધ કરી સાસુના મોઢામાં પથ્થરનો ટુકડો પ્લાસ્ટિકમાં લપેટી મોઢામાં ડુચો મારી દીધા બાદ ઝપાઝપી કરવા લાગ્યો હતો. બાદમાં તેમને ગળુ દબાવી દીધા બાદ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી વૃદ્ધાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.  

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સરગમ એપાર્ટમેન્ટમાં રહેતા 66 મહિલા વિધવા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મારા પતિનું વર્ષ 2007માં અવસાન થયા બાદ પુત્રીનું લગ્ન અમદાવાદ ખાતે કર્યું હતું. પરંતુ દીકરી અને જમાઇ સાથે છેલ્લા દોઢ વર્ષથી ઝઘડા ચાલી રહ્યા છે. 27 માર્ચના રોજ ઘરે હાજર હતી. તે દરમિયાન મારા જમાઇ રાજેશ અરવિંદ ત્રિવેદી ઘરે આવ્યા હતા. જેથી હુ તેમના માટે પાણી લેવા માટે ગઇ હતી તે દરમિયાન મારા જમાઇએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો અને મારી પાછળ રસોડામાં આવી ઝપાઝપી કરવા લાગ્યા હતા. હુ બુમો ના પાડી શકુ માટે તે માટે તેઓ મારા મોઢામાં પથ્થરનો ટુકડો પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને ડુચો મારી દીધો હતો. ત્યારબાદ મને માર મારી ગળુ દબાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મને ગાળો આપી તેઓ મારો મોબાઇલ પાણીમા નાખી ત્યાંથી ભાગી ગયા હતા. મારી દીકરીને શંકા જતા મારા પાડોશીને ફોન કરી ઘરે તપાસ કરવાનું કહ્યું હતું. જેથી પાડોશી આવીને તપાસ કરતા મારા મોઢામાં ડુચો મારેલો હતો. જેથી પોલીસે વૃદ્ધ મહિલાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને જમાઇને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.



Google NewsGoogle News