૧૩ કિલો ગાંજા સાથે બે આરોપીને એસ.ઓ.જી.એ ઝડપી પાડયા

ગાંજા સાથે પકડાયેલો આરોપી ચાર વર્ષ પહેલા પણ નારકોટિક્સના કેસમાં ઝડપાયો હતો

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
૧૩ કિલો ગાંજા સાથે બે આરોપીને એસ.ઓ.જી.એ  ઝડપી પાડયા 1 - image

વડોદરા,ગાંજાનું વેચાણ કરતા બે આરોપીઓને એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડી ૧૩ કિલો ઉપરાંતનો ગાંજો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

એસ.ઓ.જી. પોલીસની ટીમને માહિતી મળી હતી કે, સુભાનપુરા હાઉસિંગ વુડાના મકાનમાં રહેતો અને અગાઉ પકડાયેલો કપિલ  અગ્રવાલ રાતે મોપેડ લઇને ગોરવા ગોરખનાથ મંદિરથી નવાયાર્ડ બ્રિજ તરફ જતા રસ્તા પર સરગવાના ઝાડવાળા ખેતર તરફ વસીમ ચૌહાણ પાસેથી ગાંજો લેવા જવાનો છે. જેથી, પોલીસની ટીમે વોચ ગોઠવીને કપિલ કનૈયાલાલા અગ્રવાલ તથા વસીમ આઝમખાન ચૌહાણ ( બંને  રહે. ગોરવા) ને ઝડપી પાડયા હતા.  પોલીસે તેઓની પાસેથી ૧૩.૮૭૦ કિલો ગાંજો કિંમત રૃપિયા ૧.૩૮ લાખનો, બે મોબાઇલ અને એક મોપેડ મળી કુલ રૃપિયા ૧.૮૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.કપિલ સામે વર્ષ - ૨૦૨૦માં એન.ડી.પી.એસ. અને જુગારના કેસ નોંધાયા છે.


Google NewsGoogle News