Get The App

ગાંધીનગર કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં ઇમ્પેક્ટ ફીની 4139 અરજીઓ

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
ગાંધીનગર કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં ઇમ્પેક્ટ ફીની 4139 અરજીઓ 1 - image


૧૮૩ જેટલી અરજીઓ રદ કરી દેવામાં આવી

સ્થળ તપાસ કરીને ૨૦૧૯ જેટલા ગેરકાયદે બાંધકામ કાયદેસર કરી આપવામાં આવ્યાથ જૂન મહિના સુધી અરજી કરી શકાશે

ગાંધીનગર : રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરી આપવા માટે સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ૨૦૨૨ કાયદો લાવવામાં આવ્યો છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાને અત્યાર સુધી ઇમ્પેક્ટ ફી મામલે ૪૧૩૯ જેટલી અરજીઓ મળી છે. જે પૈકી ૨૦૧૯ જેટલા ગેરકાયદે બાંધકામોને ફી વસૂલીને કાયદેસર કરી દેવામાં આવ્યા છે. જૂન મહિના સુધીમાં હજી અરજીઓ વધવાનો અંદાજ પણ લગાવી રહ્યો છે.

ગેરકાયદેસર બાંધકામોને રૃપિયા ભરી કાયદેસર કરી આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો કાયદો ફરીવાર અમલમાં મૂકવામાં આવ્યો છે ત્યારે શરૃઆતથી આ કાયદા હેઠળ ઓનલાઈન અરજી કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાથી ગાંધીનગર મહાનગરપાલિકા સહિત અન્ય સત્તા મંડળોને ઈમ્પેક્ટ ફીની અરજી મામલે મોળો પ્રતિસાદ મળ્યો હતો. જેથી આ મામલે લોકોએ રાજ્ય સરકારને પણ રજૂઆત કરી હતી અને ઓફલાઈન અરજી સ્વીકારવાનું સૂચવવામાં આવ્યું હતું જેના પગલે સરકારે ઓફલાઈન અરજી કરવાનું પણ માન્ય ઠેરવ્યું હતું. ગત ૧૭ ડિસેમ્બરના રોજ આ અરજી કરવાની મુદત પૂર્ણ થયા બાદ સરકારે તેમાં વધારો કરીને જૂન મહિના સુધીની કરી આપી છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં ઇમ્પેક્ટ ફી હેઠળ ૪,૧૩૯ એટલે અરજી આવી છે અને તે પૈકી ૨૦૧૯ જેટલી અરજીઓ સ્થળ તપાસ કરીને મંજૂર પણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ૧૮૩ જેટલી અરજીઓ રદ કરવામાં આવી છે. બીજી બાજુ ૮૩૭ જેટલી અરજીઓમાં પૂર્તતા કરવા માટે પણ અરજદારોને કહેવાયું છે. સરકારે ૧૭ ડિસેમ્બરના મુદત વધારી ત્યાર પછી ૧૫૫ જેટલી અરજીઓ આવી છે અને હજી જૂન મહિના સુધીમાં વધુ અરજીઓ આવવાનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે. બીજી બાજુ નાગરિકો એવી પણ માંગણી કરી રહ્યા છે કે, ગાંધીનગરમાં ૯૦ મીટરના બાંધકામવાળા મકાનોમાં માજનની જગ્યામાં થયેલા બાંધકામોને એક જ નિયમ હેઠળ લઈને મંજૂર કરી દેવામાં આવે. જેથી કરીને કન્સલ્ટન્ટ રાખવાની કોઈ જરૃર પડે નહીં.


Google NewsGoogle News