કલોલના કલ્યાણપુરામાં તસ્કરો ત્રાટક્યા : 13 લાખના માલમત્તાની ચોરી

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
કલોલના કલ્યાણપુરામાં તસ્કરો ત્રાટક્યા : 13 લાખના માલમત્તાની ચોરી 1 - image


પરિવાર રક્ષાબંધન મનાવવા ભાઈના ઘરે ગયો હતો

તસ્કરોએ દિન દહાડે મકાનના તાળા તોડી તિજોરીમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરી

કલોલ : કલોલ શહેરના કલ્યાણપુરા વિસ્તારમાં આવેલો વિજયનગર સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને તેના તાળા તોડી અંદરથી રૃપિયા ૧૩,૬૬,૪૦૦ ના માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ચોરી અંગે ગુનો દાખલ કરી તસ્કરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ શહેરના કલ્યાણપુરા માં આવેલા વિજયનગર સોસાયટીમાં રહેતા સંજયભાઈ કચરાભાઈ નાયક પોતાનું મકાન બંધ કરીને રક્ષાબંધન મનાવવા માટે પત્ની સાથે તેમના સાળાના ઘરે પંચવટી વિસ્તારમાં ગયા હતા ત્યારે મોકા નો લાભ ઉઠાવતા તસ્કરોએ બંધ મકાનના તાળા તોડયા હતા તસ્કરોએ બપોરે મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને તિજોરી તોડી અંદરથી સોના ચાંદીના જુદા જુદા દાગીના તથા રોકડ રકમ વગેરે મળી ફૂલ રૃપિયા ૧૩,૬૬,૪૦૦ ના માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને ચોરી અંગે ગુનો દાખલ કરી તસ્કરોને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે કલોલ શહેર અને પંથકમાં છેલ્લા કેટલા સમયથી ચોરીની ઘટનામાં ચિંતાજનક વધારો થયો છે તાજેતરમાં જ દંતાલીના સ્પર્શ બંગલોમાં ત્રાટકેલા તસ્કરો નવલાખ ઉપરાંતની માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા રોજબરોજ બની રહેલી ચોરી ની ઘટનાઓને પગલે લોકોમાં ચિંતાનું મોજુ જોવા મળી રહ્યું છે.


Google NewsGoogle News