કલોલ અને પ્રતાપપુરામાં ચાલતા જુગાર ઉપર પોલીસનો દરોડો ૧૧ ઝડપાયા

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
કલોલ અને પ્રતાપપુરામાં ચાલતા જુગાર ઉપર પોલીસનો દરોડો ૧૧ ઝડપાયા 1 - image


કલોલ :  કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા દિવડા તલાવડી પાસે દડો પાડયો હતો અને જુગાર રમતા હિંમતજી શંકરજી ઠાકોર તથા વિનોદભાઈ રાજુભાઈ ઠાકોર તથા મુકેશભાઈ ગોવિંદભાઈ રાવળ અને રાણાભાઇ મોતીભાઈ પ્રજાપતિ તથા દિનેશભાઈ હરજીભાઈ વાઘેલા ને ઝડપી લીધા હતા પોલીસે તેમની પાસેથી રોકડા રૃપિયા ૧૦,૪૬૦ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે તેમજ શહેરના કલ્યાણપુરા બ્રિજ નીચે ચાલતા જુગાર ઉપર પોલીસે દરોડો પાડયો હતો અને અહીં જુગાર રમતા મહમદ હુસેન અહેમદભાઈ મલેક તથા સરફરાજ સલાઉદ્દીન પિંજારા અને આનંદભાઈ કિશોરભાઈ દંતાણીને ઝડપી લીધા હતા પોલીસે તેમની પાસેથી રોકડા રૃપિયા ૧૫૦૦ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે તેમજ તાલુકાના પ્રતાપપુરા ગામે પોલીસે દરોડો પાડયો હતો અને એ જુગાર રમતા અરવિંદભાઈ અંબાલાલ પટેલ તથા મેલાજી જીવણજી ઠાકોર અને વિજયજી રમેશજી ઠાકોરને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૃપિયા ૬,૨૬૦ જપ્ત કરીને જુગાર ધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 


Google NewsGoogle News