કલોલના બોરીસાના બંધ મકાનમાં તસ્કરોનો ૧.૯૮ લાખનો હાથ ફેરો
બંધ મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના ચોરી ફરાર ઃ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
કલોલ : કલોલ પાસેના બોરીસણા ગામે આવેલા સાંઈ કૃપા સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તસ્કરોએ મકાનમાંથી તિજોરી તોડી હતી અને તેના લોકરમાં પડેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૃપિયા ૧,૯૮,૬૨૭ના માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ચોરીના બનાવને પગલે આસપાસમાં ચકચાર સાથે ફફડાટ વ્યાપી ગયો હતો બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બોરીસણા ગામે આવેલા સાંઈ કૃપા સોસાયટીમાં રહેતા કેતન
દશરથભાઈ પટેલ પોતાનું મકાન બંધ કરીને પરિવાર સાથે બહાર ગયા હતા ત્યારે બંધ મકાનનો
લાભ ઉઠાવતા તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં પડેલ તિજોરીના લોકર
તોડયા હતા તેઓ લોકરમાંથી સોનાના દોરા તથા સોનાની બુટ્ટીઓ તેમજ ચાંદીની પાયલ સહિતના
સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૃપિયા ૧૪૦૦૦ મળીને કુલ રૃપિયા ૧,૯૮,૬૨૭ના માલમત્તાની
ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ચોરી અંગે તેઓએ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે
ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.